બજાર » સમાચાર » બજાર

સેન્સેક્સ 30 અંક લપસ્યો, નિફ્ટી 15900 ની નીચે

આજના કારોબારી સત્રના દિવસે ઘરેલુ બજાર નબળા થઈને ખૂલ્યા છે. નિફ્ટી 15900 ની નીચે છે અને સેન્સેક્સ 52944 પર છે.
ના રોજ પ્રકાશિત Mon, 26, 2021 પર 09:29  |  સ્ત્રોત : Moneycontrol.com

09:22 AM

આજના કારોબારી સત્રના દિવસે ઘરેલુ બજાર નબળા થઈને ખૂલ્યા છે. નિફ્ટી 15900 ની નીચે છે અને સેન્સેક્સ 52944 પર છે. દિવસના ઊપરી સ્તરોથી સેન્સેક્સે 30 અંકો સુધીના ગોથા લગાવ્યા છે, જ્યારે નિફ્ટીએ 5 અંકો સુધી ગોથા લગાવ્યા છે.

જો કે મિડકેપ અને સ્મૉલકેપ શેરોમાં નબળાઈ જોવાને મળી છે. બીએસઈના મિડકેપ ઈન્ડેક્સ 0.42 ટકા સુધી લપસીને કારોબાર કરી રહ્યા છે, જ્યારે નિફ્ટીના મિડકેપ 100 ઈન્ડેક્સમાં 0.33 ટકાનો ઘટાડો દર્જ કરવામાં આવ્યો છે. બીએસઈના સ્મૉલકેપ ઈન્ડેક્સ 0.29 ટકા ઘટીને કારોબાર થઈ રહ્યો છે.

હાલમાં બીએસઈના 30 શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ સેન્સેક્સ 30.97 અંક એટલે કે 0.06 ટકાના ઘટાડાની સાથે 52944.83 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે. જ્યારે એનએસઈના 50 શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ નિફ્ટી 5.50 અંક એટલે કે 0.03 ટકા ઘટીને 15850 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે.


બેન્કિંગ, ઑટો, ફાઈનાન્સ સર્વિસ, પ્રાઈવેટ બેન્ક અને પીએસયુ બેન્ક શેરોમાં 0.19-0.53 ટકા સુધી વેચવાલીનું દબાણ જોવામાં આવ્યુ. બેન્ક નિફ્ટી 0.48 ટકાના ઘટાડાની સાથે 34,864.55 ના સ્તર પર છે. જ્યારે એફએમસીજી, આઈટી, ફાર્મા, રિયલ્ટી અને મેટલ શેરોમાં વધારો જોવાને મળ્યો છે.

દિગ્ગજ શેરોમાં જેએસડબ્લ્યુ સ્ટીલ, એસબીઆઈ, એક્સિસ બેન્ક, એચડીએફસી અને આઈસીઆઈસીઆઈ બેન્ક 0.85-1.56 ટકા સુધી તૂટીને કારોબાર કરી રહ્યા છે. જ્યારે દિગ્ગજ શેરોમાં ડિવિઝ લેબ, ટાઈટન, ટાટા કંઝ્યુમર, સન ફાર્મા અને આઈટીસી 0.97-1.41 ટકા સુધી વધીને કારોબાર કરી રહ્યા છે.

મિડકેપ શેરોમાં જીએમઆર ઈન્ફ્રા, અદાણી પાવર, એમફેસિસ, ગ્લેનમાર્ક અને અદાણી ટ્રાન્સફર 1.17-2.24 સુધી લપસ્યા છે. જો કે મિડકેપ શેરોમાં જિંદાલ સ્ટીલ, હિંદુસ્તાન એરોન, એન્ડ્યોરન્સ ટેક્નોલોજી, ઈમામી અને ગોદરેજ ઈન્ડસ્ટ્રીઝ 1.52-4.44 ટકા સુધી ઉછળો છે.

સ્મૉલોકપ શેરોમાં ડીબી કૉર્પ, ત્રિવેણી એન્જીનયર, ન્યુજેન સૉફ્ટવેર, અજમેરા રિયલ્ટી અને પેનેસિયા બાયોટેક 4.24-7.82 ટકા સુધી લપસ્યા છે. જો કે સ્મોલકેપ શેરોમાં રિસપોન્સિવ ઈન્ડસ્ટ્રીઝ, નેલકાસ્ટ, જીએનએ એક્સલ, પીવીઆર અને એલ્કિય એમિન્સ 5.82-10.25 ટકા સુધી ઉછળા છે.