બજાર » સમાચાર » બજાર

રાજ્યોના ઈઝ ઓફ ડૂઈંગના રેન્કિંગ જાહેર

ના રોજ પ્રકાશિત Wed, 11, 2018 પર 13:18  |  સ્ત્રોત : CNBC-Bajar

રાજ્યોના ઇઝ ઑફ ડુઇંગ બિઝનેસના રેન્કિંગમાં આંધ્રપ્રદેશે પહેલું સ્થાન મેળવ્યું છે. જોકે બીજા નંબર પર તેલંગણા રહ્યું અને 3 ભાજપ શાસિત રાજ્યો જેમ કે હરિયાણા, ઝારખંડ અને ગુજરાત તે બાદ ત્રીજા, ચોથા અને પાંચમાં સ્થાન પર જોવા મળ્યું. ટૉપ 10ની યાદીમાં ચૂંટણી આવનારા રાજ્યો જેમ કે રાજસ્થાન, મધ્યપ્રદેશ અને છત્તીસગઢ પણ જોવા મળ્યું.


જોકે કારોબાર આધારિત રાજ્યો જેમ કે મહારાષ્ટ્ર અને તમિલનાડૂ આ ટૉપ 10ની યાદીમાંથી બહાર રહ્યા છે. પરંતુ તેમની સરકારે 90 ટકાથી વધુ માર્કસ મેળવ્યા છે. ગુજરાતને 100 ટકામાંથી 97.96 ટકા માર્કસ મળ્યા છે. તમને જણાવી દઇએ કે 2015માં ગુજરાત આ રેન્કિંગમાં પ્રથમ સ્થાન પર હતું. અને 2016માં ગુજરાત ત્રીજા સ્થાન પર હતું.


ડીઆઈપીપીના સચિવ રમેશ અભિષેકનું કહેવુ છે કે રેન્કિંગમાં ફીડબેકને સામેલ કરવું ખુબ સારુ રહ્યું. તેનાથી સીધો ખ્યાલ આવ્યો કે રાજયના પ્રયત્નમાં કેટલું અંતર છે. હજુ ફક્ત 20% ફીડબેકને સામેલ કરવામાં આવ્યો છે. આવનાર દિવસોમાં 100% ફીડબેક સામેલ કરાશે. ફક્ત 20 રાજયોએ નેક્સ રેન્કિંગમાં ભાગ લીધો. આવનાર દિવસોમાં નેક્સ રેન્કિંગમાં તમામ રાજયોને સામેલ કરવાનો પ્રયાસ.


મોટા રાજયોએ નાના રાજયોની મદદ કરી છે. આંધ્ર પ્રદેશ નંબર 1 છે તેણે ત્રિપુરા અને અન્ય રાજયોને મદદ કરી. સરકારે પાછલા દિવસોમાં કેટલાક કેન્દ્રીયકરણમાં ફેરફાર કર્યો હતો. આર્બિટ્રેશન એન્ડ રેકસીલીએશન એક્ટ અને કોર્મશીયલ કોર્ટ એક્ટનો સમાવેશ કરાયો. આ એક્ટને સામેલ કરવાથી રાજયો પર સારો પ્રભાવ પડયો. રાજયોએ પોતાની રીતે કોર્મશીયલ સેટઅપ કર્યું.