બજાર » સમાચાર » બજાર

રૂપિયાની મજબૂતાઇ લાંબી નહી ટકે!

ના રોજ પ્રકાશિત Tue, 12, 2019 પર 13:34  |  સ્ત્રોત : CNBC-Bajar

રૂપિયામાં આજે લાંબા સમય બાદ સારી એવી મજબૂતાઇ જોવા મળી છે. પણ UNITEDFX.INના મૅનેજિંગ પાર્ટનર કે એન ડેનું કહેવું છે કે આ મજબૂતાઇ વધુ ટકે એમ નથી લાગી રહ્યું. ટેલિકોમ સેક્ટરમાથી  12.15 બિલિયન ડોલર આવતા રૂપિયાને સપોર્ટ મળ્યો. ચૂંટણીનું વર્ષ હોવાથી બજારમાં સેન્ટીમેન્ટ્સ હજુ પણ નકારાત્મક છે.


બોન્ડ્સમાં પણ વધુ પૈસા નથી. ફેબ્રુઆરી-માર્ચમાં ઘણા આઉટ ફ્લોઝ છે. રૂપિયમાં 70.80 - 70.60ના સ્તર જોવા મળી શકે. ચૂંટણી પહેલા રૂપિયામાં 74-75ના સ્તર આવી શકે. ડોલર સામે રૂપિયામાં સિમીત અપસાઇડ છે. ચૂંટણી પહેલા લાઇફટાઇમ લૉ સુધી જઇ શકે. ક્રુડ આઉટપટ કટ થતા રૂપિયા પર દબાણ વધશે.