બજાર » સમાચાર » બજાર

નમો ટેબથી વિદ્યાર્થીઓ બન્યા સ્માર્ટ

ના રોજ પ્રકાશિત Fri, 24, 2020 પર 16:39  |  સ્ત્રોત : CNBC-Bajar

આજનું શિક્ષણ ઈન્ટરનેટ વિના અધૂરું છે. આ જ કારણસર રાજ્ય સરકાર તરફથી વિદ્યાર્થીઓને નમો ઈ ટેબલેટ પૂરા પાડવામાં આવ્યા છે. જે વિદ્યાર્થીઓ માટે આશીર્વાદ બની રહ્યા છે.


આજના માહિતીના યુગમાં જો દુનિયા સાથે કદમ મિલાવવા હશે તો ઈન્ટરનેટ, સ્માર્ટફોન અને ટેબલેટની મદદ લીધા વિના છૂટકો નથી. અભ્યાસ માટે પણ ઈન્ટરનેટ પૂર્વશરત બની ગયું છે. આ જ કારણ છે કે ગુજરાતની સંવેદનશીલ રુપાણી સરકારે વિદ્યાર્થીઓને નમો ઈ ટેબલેટ આપ્યા છે. જે વિદ્યાર્થીઓને અભ્યાસમાં ઘણા ઉપયોગી સાબિત થઈ રહ્યા છે.


મોંઘા ટેબલેટ સરકાર તરફથી ફક્ત એક હજાર રુપિયામાં મળતા વિદ્યાર્થીઓ અને વાલીઓ રાહત અનુભવે છે. ખાસ કરીને ગરીબ અને મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓ માટે તો ઇ ટેબ્લેટ આશીર્વાદ સમાન સાબિત થયા છે. કેમ કે 10 હજાર સુધીની કિંમતના ટેબલેટ એક હજાર રુપિયામાં અપાય છે.


ગ્રામ્ય વિસ્તારો માંથી આવતા વિદ્યાર્થીઓને દુનિયા સાથે સંપર્કમાં રહેવા અને નવું નવું જાણવા નમો ટેબ્લેટ ખૂબ ઉપયોગી થઈ રહ્યા છે. વિદ્યાર્થીઓ અભ્યાસક્રમ સબંધિત કોઈ પણ સવાલોના જવાબ ઈ ટેબલેટ મારફતે મેળવી શકે છે.


કોલેજના અભ્યાસથી લઈ અલગ અલગ યોજનાઓ તેમજ ઓનલાઈન સેવાઓ જેવી સુવિધાઓનો વિદ્યાર્થીઓ ટેબ્લેટ દ્વારા સરળતાથી ઉપયોગ કરી શકે છે.


નમો ટેબલેટ વિદ્યાર્થીઓની તમામ જરૂરિયાત સંતોષે છે. આ ટેબલેટ 4જી હોવાથી સોશિયલ નેટવર્ક સાથે પણ વિદ્યાર્થીઓ જોડાયેલા રહી શકે છે. તો પોતાના અભ્યાસક્રમ સબંધિત વેબસાઈટો પણ ઝડપથી ખોલી શકે છે. વિદ્યાર્થીઓ અને શિક્ષકો નમો ટેબ્લેટ માટે સરકારનો આભાર માની રહ્યા છે. આ વર્ષે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા સૌથી વધુ નમો ટેબ્લેટ વિદ્યાર્થીઓ સુધી પહોંચાડવામાં આવી રહ્યા છે.


કેન્દ્રની નિર્ણાયક નરેન્દ્ર મોદીની સરકાર અને રાજ્યની સંવેદનશીલ વિજય રુપાણીની સરકારના આ વિદ્યાર્થીલક્ષી નિર્ણયથી શિક્ષણ ક્ષેત્રમાં એક નવો અધ્યાય લખાયો છે. આગળ પણ આ યોજનાને સરકાર સુનિયોજિત રીતે આગળ ધપાવશે.