બજાર » સમાચાર » બજાર

રાષ્ટ્રગીતને લઇ સુપ્રીમ કોર્ટે નિર્ણય બદલ્યો

ના રોજ પ્રકાશિત Tue, 09, 2018 પર 18:30  |  સ્ત્રોત : CNBC-Bajar

સિનેમાઘરોમાં રાષ્ટ્રગાનને લઈ સુપ્રીમકોર્ટે મોટો નિર્ણય આપ્યો છે. આ સાથે જ હવે સિનેમાઘરોમાં રાષ્ટ્રગાન અનિવાર્ય નથી રહ્યું. સરકારની અપીલ બાદ કોર્ટે 2016ના આદેશમાં સંશોધન કરી નિર્ણય બદલ્યો છે. આ સાથે જ કોર્ટે સરકારને આદેશ આપ્યો છે કે તે રાષ્ટ્રગાનને લઈ નિયમો નક્કી કરે.


કેન્દ્ર સરકારની સુપ્રીમમાં રજૂઆત હતી કે સિનેમાઘરોમાં રાષ્ટ્રગાન અનિવાર્ય ન હોવું જોઈએ. સરકારે 2016ના આદેશમાં સુધારાની કોર્ટને અપીલ કરી હતી. સરકારની આંતર મંત્રાલય સમિતિ પણ આ મામલે નવા નિયમો અંગે વિચારણા કરી રહી છે.


ત્યારે જ સુપ્રીમ કોર્ટના નિર્ણયનું સ્વાગત કરીને AIMIMના અધ્યક્ષ અસદુદ્દીન ઓવૈસીએ કહ્યું કે આ નિર્ણયથી લોકોને રાહત મળશે