બજાર » સમાચાર » બજાર

પતંગના પેચ સાથે ઉંધિયાનો સ્વાદ

ના રોજ પ્રકાશિત Sat, 12, 2019 પર 16:33  |  સ્ત્રોત : CNBC-Bajar

આ વર્ષની ઉત્તરાયણ અમદાવાદીઓ માટે બમણી ખુશી લઇને આવી છે. ઉત્તરાયણના દિવસે પવનની ગતિ સારી રહેવાની આગાહીથી પતંગ રસિયાઓ ખુશખુશાલ છે. તો હવે સ્વાદ રસિયાઓ માટે પણ સારા સમાચાર છે.

જી હા આ વખતની ઉત્તરાયણ તમારા માટે આનંદ લઇને આવશે. પતંગના પેચ લગાવવા સાથે તમે ઉંધિયાના સ્વાદનો ચટકો પણ લઇ શકશો. ચાલુ વર્ષે ગુજરાતમાં તો શાકભાજીનું મબલખ ઉત્પાદન થયું જ છે સાથે સાથે ગુજરાત બહારથી આવતા શાકભાજીની આવક પણ વધી છે.


જેના કારણે શાકભાજીના ભાવ આસમાનથી જમીન પર ઉતર્યા છે. તમામ શાકભાજી 25થી 30 રૂપિયા કિલો મળી રહ્યા છે. જેમાં બટાકા 15 રૂપિયા કિલો, ટમેટા 20 રૂ.કિલો, રીંગણ, ફ્લાવર અને વાલોર 30 રૂ. કિલો તો વટાણા 25 રૂ.કિલો મળી રહ્યા છે.

સસ્તી શાકભાજીના આ વખતે ઉત્તરાયણના આનંદમાં વધારો કરશે. કાયપો છે ના અવાજ સાથે અમદાવાદીઓ મનમુકીને ઉંધિયાની લિજ્જત માણી શકશે.