બજાર » સમાચાર » બજાર

શિક્ષકોએ મોડાસા કલેકટર કચેરી આગળ ધરણા યોજ્યા

ના રોજ પ્રકાશિત Mon, 11, 2019 પર 17:08  |  સ્ત્રોત : CNBC-Bajar

અરવલ્લીમાં 500 થી વધુ શિક્ષકોએ મોડાસા કલેકટર કચેરી આગળ ધરણા યોજ્યા. સાબરકાંઠા જિલ્લા પંચાયત ખાતે જિલ્લાના શિક્ષકોના ધરણા યોજ્યા. તો રાજકોટ અને અમદાવાદમાં પણ શિક્ષકોએ બાંયો ચડાવી બંડ પોકાર્યુ.


અમદાવાદમાં જિલ્લા પ્રાથમિક શિક્ષણ સંઘ દ્વારા મુખ્ય 7 માગો સાથે ધરણા કરવામાં આવ્યા. ધરણામાં 1000 શિક્ષકો ધરણામાં જોડાયા છે. 15 અને 16 તારીખે ગાંધીનગર ખાતે રાજ્યભરના કર્મચારીઓ એકઠા થઇ કાળી પટ્ટી ધારણ કરી વિરોધ કરશે.


તો આ તરફ રાજકોટમાં પણ 7મા પગાર પંચ મુજબ ભથ્થા આપવાની માગણીઓ સાથે શિક્ષકો એ ધરણા કર્યા. 1997થી ભરતી થયેલા શિક્ષકોની સિનિયોરિટી સળંગ ગણવા માગ કરી છે. બિન શૈક્ષણિક કામગીરી બંધ કરવાની પણ માગ કરી.