બજાર » સમાચાર » બજાર

શહીદોને શ્રદ્ધાંજલી આપવાની પરંપરા બદલશે

ના રોજ પ્રકાશિત Fri, 24, 2020 પર 18:33  |  સ્ત્રોત : CNBC-Bajar

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ વખતે ગણતંત્ર દિવસના અવસરે શહીદોને શ્રદ્ધાંજલી આપવાની પરંપરાને બદલશે. વડાપ્રધાન આ વર્ષે ઇન્ડિયા ગેટ પર અમર જવાન જ્યોતિની જગ્યાએ રાષ્ટ્રીય યુદ્ધ સ્મારક પર શહીદોને શ્રદ્ધાંજલી અર્પણ કરશે. અમર જવાન જ્યોતિને ઇન્ડિયા ગેટ પર 1971ના ભારત-પાકિસ્તાન યુદ્ધમાં શહીદ સૈનિકોની યાદમાં 1972માં બનાવવામાં આવ્યું હતુ. ત્યારથી સ્વતંત્રતા દિવસ અને ગણતંત્ર દિવસના અવસરે ત્યાં શ્રદ્ધાંજલી આપવામાં આવે છે. વડાપ્રધાને ગત વર્ષે 25 ફેબ્રુઆરીએ 44 એકરમાં ફેલાયેલા રાષ્ટ્રીય યુદ્ધ સ્મારકને દેશને અર્પણ કર્યું હતું. આ વખતે વડાપ્રધાન ત્યાંજ શહીદોને શ્રદ્ધાંજલી આપશે.