બજાર » સમાચાર » બજાર

સોમવારથી સંસદનું શીયાળુ સત્ર શરૂ થશે

ના રોજ પ્રકાશિત Sat, 16, 2019 પર 15:18  |  સ્ત્રોત : CNBC-Bajar

સંસદનું શીયાળુ સત્ર 18 નવેમ્બરથી શરૂ થવા જઈ રહ્યું છે, આ દરમિયાન સરકાર ઘણા મહત્વના બિલો પાસ કરવાના પ્રયત્નો કરશે, જેમાં ખાનગી ડેટાની ચોરી રોકવા નિયમો બની શકે, તો નાગરિકતા સંશોધન બિલ લગાવવાની તૈયારી પણ ચાલી રહી છે, જેથી 6 દેશોના નોન-મુસ્લિમ લોકોને નાગરિકતા સરળતાથી મળી રહેશે. સાથે જ ડૉક્ટરેની સુરક્ષાને લઈને પણ બિલ રજૂ કરવામાં આવી શકે છે, તો કોર્પોરેટ ટેક્સ રેટમાં કાપને કાનૂની રૂપ મળતું દેખાઈ શકે છે.