બજાર » સમાચાર » બજાર

દરમાં કોઈ ફેરફાર નથી, રેપો રેટ 6% પર યથાવત

ના રોજ પ્રકાશિત Wed, 06, 2017 પર 14:50  |  સ્ત્રોત : CNBC-Bajar

સસ્તા દેવાની આશાને ઝટકો લાગ્યો છે. રિઝર્વ બેન્કે વ્યાજ દરોમાં કોઇ ફેરફાર નથી કર્યો, રોપ રેટ 6% પર અને રિઝર્વ રેપો રેટ 5.75% પર યથાવત રાખ્યો છે. આરબીઆઈએ માર્જિનલ સ્ટેડિંગ ફેસિલિટી એટલે કે એમએસએફ દરને 6.25% પર યથાવત રાખ્યા છે.


આરબીઆઈએ જીવીકે ગ્રોથનું અનુમાન 6.7% પર યથાવત રાખ્યું છે. આરબીઆઈના તરિકે બીજા છ માસિકમાં રિટેલ મોંઘવારી દર 4.2-4.6% રહ્વાનું અનુમાન છે. એમપીસી કમિટીના 6 માં થી 5 સદસ્ય દરોમાં બદલાવ ન કરવાના પક્ષમાં હતા, તો રવિંન્દ્ર ઢોલકિયાએ દરોમાં 0.25% નું ઘટાડો કરવાના પક્ષમાં મત કર્યો.