બજાર » સમાચાર » બજાર

ટ્રેનોમાં ખાવા-પીવાનું થશે મોંધુ

ના રોજ પ્રકાશિત Sat, 16, 2019 પર 12:21  |  સ્ત્રોત : CNBC-Bajar

જો તમે ટ્રેનમાં મુસાફરી કરતા હોય તો તમારા માટે આ સમાચાર જાણવા જરૂરી છે. કારણ કે ટ્રેનમાં સફર દરમિયાન ખાવા-પીવા માટે હવે તમારે વધુ રૂપિયા ખર્ચવા પડશે.


રાજધાની, શતાબ્દી અને દુરંતોમાં ચા, નાશ્તા અને ભોજનના ભાવમાં વધારો કરાયાનું સર્ક્યુલર જાહેર કરી દેવાયું છે. આ ભાવ વધારો મેલ, એક્સપ્રેસ અને અન્ય ટ્રેનોમાં પણ લાગૂ થશે. ફર્સ્ટ ક્લાસ એસી અને એગ્ઝેક્યૂટિવ ચેયર કારમાં સવારની ચાના 29.96 રૂપિયા હતા જે વધીને 35 રૂપિયા થશે. નાસ્તો 133.14 રૂપિયાના બદલે હવે 140 રૂપિયાનો મળશે. તો લંચ અને ડિનરના ભાવ 230.78થી વધીને 245 થશે.


સેકન્ડ ક્લાસ એસી, થર્ડ ક્લાસ એસી અને ચેયર કાર ટ્રેનમાં સવારની ચાનો ભાવો 15.53થી વધી 20, નાસ્તાનો ભાવ 97.64થી વધારી 105 જ્યારે લંચ અને ડિનરનો ભાવ 175.30થી વધીને 185 રૂપિયા થશે.


દૂરંતો સ્લીપર ટ્રેનમાં સવારની ચા 12.20ના બદલે હવે 15 રૂપિયામાં મળશે. નાસ્તાનો ભાવ 57.69થી વધીને 65 થશે. જ્યારે લંચ અને ડિનરનો ભાવ 113.17થી વધીને 120 રૂપિયા થશે.


નવા ભાવ માત્ર પ્રીમિયમ ટ્રેનના મુસાફરોને જ નહીં સામાન્ય મુસાફરોને પણ અસર કરશે. કારણ કે સામાન્ય ટ્રેન અને એક્સપ્રેસ ટ્રેનમાં જે શાકહારી ભોજન 50 રૂપિયામાં મળતું હતું તેના હવે 80 રૂપિયા થઈ જશે.