બજાર » સમાચાર » બજાર

બજેટમાં કોર્પોરેટ ટેક્સ ઘટાડવા પર વિચાર

ના રોજ પ્રકાશિત Tue, 25, 2019 પર 14:01  |  સ્ત્રોત : CNBC-Bajar

બજેટમાં કોર્પોરેટ ટેક્સ ઘટાડવા અંગે આ અઠવાડિયે વડાપ્રધાન અંતિમ નિર્ણય લઈ શકે છે. સીએનબીસી-બજારને મળેલી એક્સક્લુઝીવ જાણકારી પ્રમાણે નીતિ આયોગ આ પ્રસ્તાવના પક્ષમાં છે તો નાણાં મંત્રાલય વિરોધ કરી રહ્યું છે.

બજેટમાં કોર્પોરેટ ટેક્સ ઘટાડવા પર વિચાર છે. આ અઠવાડિયે વડાપ્રધાન લઈ શકે છે અંતિમ નિર્ણય. નાણાં મંત્રાલય કોર્પોરેટ ટેક્સ ઘટાડવાના સમર્થનમાં નથી. નીતિ આયોગ કોર્પોરેટ ટેક્સ ઘટાડવાના પક્ષમાં છે. શનિવારે વડાપ્રધાન સાથેની બેઠકમાં થશે ચર્ચા.


સરકારે કોર્પોરેટ ટેક્સ 25% કરવાની જાહેરાત કરી હતી. 2016-17ના બજેટમાં સરકારે જાહેરાત કરી હતી. રૂપિયા 250 કરોડના ટર્નઓવર પર 25% કોર્પોરેટ ટેક્સ. કોર્પોરેટ ટેક્સ અન્ય કંપનીઓ માટે 30% છે. તમામ કંપની માટે કોર્પોરેટ ટેક્સ 25% કરવા પર વિચાર છે.