બજાર » સમાચાર » બજાર

ટ્રમ્પ માટે ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત

ના રોજ પ્રકાશિત Thu, 20, 2020 પર 16:33  |  સ્ત્રોત : CNBC-Bajar

મોટેરા સ્ટેડિયમમાં નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમની તડામાર તૈયારીઓ થઇ રહી છે. તો કાર્યક્રમ માટે તમામ પોલીસ જવાનોને પણ તમામ જવાબદારી સોંપાઇ ગઇ છે. તો બેઠક વ્યવસ્થાને લઇને પણ વિશેષ તૈયારી કરવામાં આવી છે. સ્ટેડિયમમાં 1 લાખ 10 હજારની બેસવાની વ્યવસ્થા કરવામાં આવી છે. તો સાથે જ વડાપ્રધાન મોદી અને રાષ્ટ્રપતિ ટ્રમ્પ માટે સ્ટેજ પણ બનાવવામાં આવ્યું છે.


તો બેઠક વ્યવસ્થા માટે દરેકને સીટ એલોટ કરાઇ છે. બારકોડ સિસ્ટમથી સીટની ફાળવણી કરવામાં આવી છે. ત્યારે PM મોદી અને ટ્રમ્પના સ્વાગત માટે કેવી છે મોટેરા સ્ટેડિયમની તૈયારી તેની સ્ટેડિયમની અંદરથી અમારા સંવાદદાતા જનક દવેએ આપી હતી.


તો મોટેરા સ્ટેડિયમમાં અંદર જેટલી વ્યવસ્થા થઇ છે તેટલો બંદોબસ્ત બહાર પણ કરવામાં આવ્યો છે. નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમને લઇને વિશેષ તૈયારીઓ કરવામાં આવી રહી છે. તો કાર્યક્રમ માટે કેવી થઇ રહી છે ત્યારે આવો જોઇએ તેનો એક રિપોર્ટ.