બજાર » સમાચાર » બજાર

કંટાળીને ખેડૂતે ખેતર કર્યું ગાયોના હવાલે

ના રોજ પ્રકાશિત Sat, 16, 2019 પર 11:54  |  સ્ત્રોત : CNBC-Bajar

મહેસાણાના લીંચ ગામના એક ખેતરના દ્રશ્યોએ તો સૌ કોઇની ઉંઘ ઉડાડી દીધી. નુકસાનીની હદથી કંટાળેલા એક ખેડૂતે પોતાનું ખેતર જ ગાયોને હવાલે કરી દીધું.


આમ તો ખેતરમાં મહામુલા પાકને પશુઓથી બચાવવા ખેડૂતો અનેક પ્રયત્નો કરે છે. પણ મહેસાણાના લીંચ ગામના આ દ્રશ્યો જરા જુદા છે. મહાસંકટ કહો કે મજબૂરી. આ ખેડૂતો એટલી હદે મજબૂર બન્યા કે ઉભા પાકમાં ગાયોને ચરવા માટે છોડી મુકી. કમોસમી વરસાદને કારણે રીંગણનો પાક નિષ્ફળ જતાં રોષે ભરાયેલા ખેડૂતે ખેતરમાં ગાયોને છોડી મુકી.


ક્યારેય ન જોયું હોય એવુ ભયંકર વાતાવરણ આ વખતે સર્જાયું. નવરાત્રીમાં કમોસમી વરસાદ. દિવાળી બાદ પણ માવઠાનો માર. ખેડૂત એટલી હદે કંટાળી ગયો છે કે લીંચ ગામના ખેડૂતો પોતે જ વાવેલા પાકને ગાયોને હવાલે કરી દીધો.


કમોસમી વરસાદે એવી તો તબાહી મચાવી કે ખેડૂતે જે વાવણી કરી હતી તે વાવણીનો ખર્ચ પણ નીકળે એમ નથી.