બજાર » સમાચાર » બજાર

આજે પાકિસ્તાનનો સ્વતંત્રતા દિવસ

ના રોજ પ્રકાશિત Wed, 14, 2019 પર 18:20  |  સ્ત્રોત : CNBC-Bajar

આજે પાકિસ્તાન તેનો સ્વતંત્રતા દિવસ ઉજવી રહ્યો છે. પરંતુ આ વખતે પાકિસ્તાનમાં ઉજવણી ઓછી અને કાશ્મીર પર રોવાનું વધુ ચાલુ છે. ઇમરાન ખાને કહ્યું કે તે કાશ્મીરના એમ્બેસેડર બનીને દુનિયાનું ધ્યાન તેના તરફ ખેચશે. પાકિસ્તાન સરકારે આજના દિવસને કાશ્મીરના નામે સમર્પિત કર્યું છે. ઇમરાન ખાન પાક અધિકૃત કાશ્મીરના મુઝફ્ફરાબાદમાં છે.


ઇસ્લામાબાદમાં ઝંડો ફરકાવ્યા બાદ રાષ્ટ્રપતિ આરિફ અલ્વીએ પણ તેના સંબોધનમાં કાશ્મીર પર રોવાનું યથાવત રાખ્યું. UNSCમાં લપડાક મળ્યા બાદ અલ્વી કહી રહ્યા છે કે પાકિસ્તાન આ મામલાને સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં ઉપાડશે. ઇમરાન ખાને કહ્યું કે 370 હટ્યા બાદ કાશ્મીર દુનિયાની નજરમાં આવી ચૂક્યું છે અને હવે તે કાશ્મીરના એમ્બેસેડર બનીને મામલો આગળ વધારશે.