બજાર » સમાચાર » બજાર

આજે નીતિ આયોગની બેઠક

ના રોજ પ્રકાશિત Sat, 15, 2019 પર 11:13  |  સ્ત્રોત : CNBC-Bajar

ભીષણ ગરમીનાં કારણે પાણી માટેના હાહાકારને લઇને સરકાર એક્શનમાં આવી ગઇ છે. પીએમ મોદીની અધ્યક્ષતામાં આજે નીતિ આયોગની બેઠક થશે. આ બેઠકમાં દુષ્કાળ, કૃષિ ક્ષેત્રના સંકટ અને ખરીફ પાકની તૈયારીઓના મુદ્દા પર વાતચીત થશે. આ બેઠકમાં રેન વોટર હાર્વેસ્ટિંગને પ્રોત્સાહન એ ખાસ મહત્વનો મુદ્દો છે. આ સાથે નક્સલ પ્રભાવિત વિસ્તારો પર પણ ચર્ચા કરવામાં આવશે.


આ બેઠકમાં પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી સિવાય બધા રાજ્યોના મુખ્યમંત્રી હાજરી આપશે. ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ પણ દિલ્હી પહોંચી ગયા છે. જે પહેલા કૃષિ મંત્રી સાથે મુલાકાત કરશે ત્યાર બાદ નીતિ આયોગની બેઠકમાં હાજરી આપશે.


વડાપ્રધાન મોદીની અધ્યક્ષતામાં બેઠક થશે. પશ્ચિમ બંગાળના સીએમ મમતા બેનર્જી સિવાય બધા રાજ્યોના સીએમ હાજર રહેશે. કૃષિ ક્ષેત્રનું સંકટ પર પણ ચર્ચા થશે. ખરીફ પાકની તૈયારીઓના મુદ્દા પર વાતચીત થશે. રેન વોટર હાર્વેસ્ટિંગને પ્રોત્સાહન એ મહત્વનો મુદ્દો છે.


નક્સલ પ્રભાવિત વિસ્તારો પર પણ ચર્ચા કરવામાં આવશે. મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ દિલ્હી પહોંચ્યા છે. કૃષિ મંત્રી સાથે 11:30 કલાકે બેઠક કરશે. કૃષિ મંત્રી સાથે બેઠક બાદ નીતિ આયોગની બેઠકમાં જશે.