બજાર » સમાચાર » બજાર

Dealing Rooms માં આજે આ 2 લાર્જ અને મિડકેપ મેટલ સ્ટૉકમાં થઈ જોરદાર ખરીદારી

ડીલિંગ રૂમ્સના સૂત્રોના હવાલેથી સુમિતે કહ્યુ કે ડિલર્સ દ્વારા BTST કરવાની સલાહ છે.
ના રોજ પ્રકાશિત Thu, 29, 2021 પર 15:30  |  સ્ત્રોત : CNBC-Bajar

સીએનબીસી-બજાર પર દરેક દિવસ 2:30 વાગ્યાથી બજાર બંધ થવા સુધી ખાસ શો ક્લોઝિંગ બેલમાં એક ખાસ સેગમેંટ Dealing Room Check With યતિન મોતા રજુ કરવામાં આવે છે. જેમાં યતિન મોતા તમને જણાવે છે કે શેર ડીલર્સ આજે ક્યા શેર ખરીદી અને વેચી રહ્યા છે અને આજનો ટૉપ ટ્રેડિંગ આઈડિયા શું છે.

તેની સાથે જ મિડકેપ સેગમેંટમાં ડીલિંગ રૂમ ક્યા સ્ટૉક પર દાંવ લગાવી રહ્યા છે કે ક્યા સ્ટૉકમાં આવવા વાળા દિવસોમાં કેટલા રૂપિયાની તક અને તેજી જોવામાં આવી શકે છે. આજે રોકાણ કાર ક્યા સ્ટૉક્સમાં પોતાની પોજીશન બનાવી શકે છે. તેની પૂરી જાણકારી રોકાણકારોને આ ખાસ સેગમેન્ટમાં ઉપલબ્ધ કરાવામાં આવે છે.

જાણીએ આજના Dealing Room Check -


SBI -

ડીલિંગ રૂમ્સના સૂત્રોના હવાલેથી સુમિતે કહ્યુ કે ડિલર્સ દ્વારા BTST કરવાની સલાહ છે. આવતા અઠવાડિયે કંપની પરિણામ જાહેર કરશે. PSU બેન્કિંગ સ્ટોકમાં ખરીદદારી જોવા મળી. સ્ટોકમાં આજે સારૂ રોલઓવર જોવા મળ્યું.


NALCO -

બીજા લાર્જકેપના રૂમમાં ડીલર્સે આ સ્ટૉકમાં 95-100 ના રૂપિયાના ટારગેટ માટે પોજીશનલ ખરીદારી કરવાની સલાહ આપી છે. તેમણે કહ્યુ કે metal stocks અને aluminium companies માં ખરીદારી જોવાને મળી છે. આજના ટ્રેડમાં ડોમેસ્ટિક ફંડ્સે આ સ્ટૉકમાં ખરીદારી કરી છે.

આજના મિડકેપ સ્ટૉક: KIRLOSKAR FERROUS

ડીલિંગ રૂમ્સમાં મિડકેપ સેગમેંટમાં આ સ્ટૉકમાં ખરીદારીની સલાહ આપવામાં આવી. ડીલર્સને લાગે છે કે તેમાં 15 ટકાની અપસાઈડ જોવાને મળી શકે છે. જ્યારે મિડકેપ મેટલ્સ સ્ટૉકમાં મજબૂત HNI Buying જોવાને મળી રહી છે. આ સમય સ્ટૉક આકર્ષક મૂલ્ય પર મળી રહ્યુ છે.