બજાર » સમાચાર » બજાર

ટૂર ઓપરેટર્સે પેકેજ જાહેર કર્યા

ના રોજ પ્રકાશિત Sat, 22, 2020 પર 11:07  |  સ્ત્રોત : CNBC-Bajar

ડૉનાલ્ડ ટ્ર્મ્પ ગુજરાતની મુલાકાતની સાથે-સાથે ગુજરાત ટૂર ઓપરેટર્સ ઓફર કરી રહ્યાં છે ખાસ પેકેજ. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ગામ વડનગર અને સ્ટેચ્યૂ ઓફ યુનિટી જેવા સ્થાનના ખાસ પ્રવાસનું આયોજન કરવામાં આવી રહ્યું છે. તો કેવા છે આ પેકેજ અને આ પેકેજમાં કેટલો ખર્ચ થશે જણાવી રહ્યાં છે.


ડોનાલ્ડ ટ્રમ્પ અમદાવાદમાં 24 ફેબ્રુઆરીએ પહોંચશે, નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમ માટે દેશભરના લોકો અમદાવાદ પહોંચી રહ્યાં છે. 24 ફેબ્રુઆરીએ સોમવાર છે પરંતુ આ પહેલા એટલે કે 21 ફેબ્રુઆરીએ શિવરાત્રિ અને શનિ-રવિની રજા આવી રહી છે. આ બાબતને ધ્યાનમાં રાખીને અમદાવાદના ટૂર ઓપરેટર્સે એક કે બે દિવસના નાન-નાના પેકેજ તૈયાર કર્યા છે. જેમાં નરેન્દ્ર મોદીના ગામ વડનગર અને તેની પાસે રાણીની વાવ અને સ્ટેચ્યુ ઓફ યુનિટી જેવા સ્થાન પંસદ કરવામાં આવ્યા છે.


નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમમાં ભાગ લેવા માટે લોકો પહેલાથી જ હોટલોનું બુકિંગ કરાવી ચુક્યાં છે. અને હવે અહિંયા આવીને બે દિવસના આવા નાના પેકેજ પણ લઇ રહ્યાં છે. તો ટૂર આયોજકોએ પણ આ માટે અલગથી લક્ઝરી કોચ તૈયાર કરવામાં આવ્યાં છે. અને ખાસ તાલીમ લીધેલા ગાઇડ પણ પ્રવાસીઓની મદદ માટે મોકલવામાં આવી રહ્યા છે. રોજના 2થી 3 હજાર પ્રવાસીઓ આ પેકેજની બુકિંગ કરાવી ચુક્યાં છે.