બજાર » સમાચાર » બજાર

યુએસ-ભારત વચ્ચે થશે ટ્રેડ ટોક

ના રોજ પ્રકાશિત Fri, 12, 2019 પર 14:19  |  સ્ત્રોત : CNBC-Bajar

ભારત સાથેના વ્યાપારને લઈને વધેલી ચિંતાઓ અંગે આજે અમેરિકાના ટ્રેડ વિભાગના અધિકારીઓ કોમર્સ અને ઈન્ડસ્ટ્રી મંત્રી પિયુષ ગોયલ સાથે એક બેઠક કરશે. આ બેઠકમાં છેલ્લાં એક વર્ષમાં બન્ને દેશ દ્વારા વધારવામાં આવેલા ટેરિફ અંગે વાત કરવામાં આવશે અને સાથે જ ડેટા લોકલાઈઝેશનને લઈને લેવામાં આવેલા નીતિગત નિર્ણયો અંગે પણ વાત કરશે. સાથે જ ઈ-કોમર્સ અને આયાતને લઈને પણ વાત થશે.. થોડા દિવસો અગાઉ જ ટેરિફ વધારવાને લઈને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ટ્વીટ કરીને ટેરિફ વધારા અંગે ચિંતા વ્યક્ત કરી હતી.