બજાર » સમાચાર » બજાર

વાયુને પગલે પરિવહન પણ અસરગ્રસ્ત

ના રોજ પ્રકાશિત Wed, 12, 2019 પર 17:54  |  સ્ત્રોત : CNBC-Bajar

વાયુ વાવાઝોડાને કારણે રેલ પરિવહનને પણ કોઇપણ પ્રકારની ક્ષતી કે નુકસાન ન થાય તેના પગલે અમુક ટ્રેનોને રદ કરવામાં આવી. આજે સાંજે 6 વાગ્યાથી 14 જૂન સુધી મોટાભાગની ટ્રેનોને રદ્ કરવામા આવી. મુખ્યત્વે સૌરાષ્ટ્રની ટ્રેનોને રદ કરીને સૂરક્ષાના પગલા લેવામાં આવ્યા. સાથે જ વેરાવળ, પોરબંદર, ભાવનગર, ભુજ, રાજકોટ, ગાંધીધામ તથા ઓખા જતી તમામ સુપરફાસ્ટ, એક્સપ્રેસ, લોકલ તથા મેમુ ટ્રેનોને રદ કરવામાં આવી છે.


તો અમુક ટ્રેનોના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે તો અમુક ટ્રેનોનો રૂટ પણ બદલવામાં આવ્યો છે. જો કે આ સાથે જ પ્રભાવિત સ્ટેશનો નજીક વિશેષ ટ્રેનોની વ્યવસ્થા કરવામા આવી છે. જે અસરગ્રસ્ત વિસ્તારોમા લોકોના રીલીફ માટે કામ કરશે.


વાયુ વાવાઝોડાને લઈને દરેક પ્રકારની સાવચેતી વરતવામાં આવી રહી છે. રેલ સાથે હવાઇ માર્ગે પણ સાવધાનીના પગલા લેવામાં આવા રહ્યાં છે. ગુજરાતના દરિયા વિસ્તારમાં જતી દરેક ફ્લાઇટને રદ કરવામાં આવી છે.


કોઇપણ પ્રકારને અનિચ્છનિય ઘટના ન બને તેના માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. ગુજરાતના કોસ્ટલ વિસ્તાર તરફ જતી જુનાગઢ, મુન્દ્રા, દિવની દરેક ફ્લાઇટને રદ કરવામાં આવી સાથે જ કંડલા અને ભાવનગરની ફ્લાઇટને પણ અટકાવવામાં આવી છે.