બજાર » સમાચાર » બજાર

ટ્રમ્પે ચીનના કેટલા પસંદી ક્ષેત્રોથી વિદ્યાર્થીઓ પર પ્રતિબંધનું કરી જાહેરાત

ના રોજ પ્રકાશિત Sat, 30, 2020 પર 14:13  |  સ્ત્રોત : Moneycontrol.com

યુએસ પ્રમુખ ટ્રમ્પે ચીનનાં અમુક ખાસ સંબંધિત વિદ્યાર્થીઓ અને શોધાર્થિયા પર અમેરિકા આવવા પર પ્રતિબંધ મૂક્યો છે. આ પ્રતિબંધ સૂચિમાં એવા વિદ્યાર્થીઓ અને શોધાર્થિયાનો સમાવેશ કરવામાં આવ્યો છે જેઓ સંબધ ચીનના પીપુલ્સ લિબરેશન આર્મીના છે.


આ નિર્ણયની ઘોષણા કરતા ટ્રમ્પે કહ્યું કે અમેરિકાથી ઇન્ટેલેક્ચુઅલ પ્રોપર્ટી રાઇટ અને ટેક્નોલૉજી મેળવવા માટે ગ્રેજ્યુએટ વિદ્યાર્થીઓનો ઉપયોગ કરવાના ચીનના પ્રયાસોનો અંત કરવા માટે આ પગલું લેવામાં આવ્યું છે. બીજી તરફ, ચીનએ અમેરિકામાં તેમના વિદ્યાર્થીઓ પર પ્રતિબંધ મુકવાની ટ્રમ્પની ધમકીને શુક્રવારે જાતિવાદી કહેવામાં આવ્યું હતું.


ડોનાલ્ડ ટ્રમ્પની આ જાહેરાત કોરોના અને હોગકોગના મુદ્દે ચીન અને અમેરિકા વચ્ચે વધી રહેલા તણાવ વચ્ચે આવી છે. શુક્રવારે આની જાહેરાત કરતા ટ્રમ્પે કહ્યું કે, ચીન તેની વિશાળ પીપુલ્સ લેબ્રેરશન આર્મીના આધુનિકીકરણ માટે સંવેદનશીલ અમેરિકન ટેકનોલોજી પ્રાપ્ત કરવાનો સતત પ્રયાસ કરી રહ્યું છે.


તેમણે વધુમાં કહ્યું કે, ચીનનું આ કર્યા અમેરિકાના લાંબા ગાળાના આર્થિક હિતો અને રાષ્ટ્રીય સુરક્ષા માટે મોટો ખતરો બની ગયા છે.


ટ્રમ્પે આરોપ લગાવ્યો છે કે ચીન તેના કેટલાક વિદ્યાર્થી જેમાં મોટાભગના પોસ્ટ ગ્રેજ્યુએટ અને રિસર્ચરનો સમાવેશ છે એમનું ઉપયોગ ઇન્ટેલેક્યુઅલ પ્રૉપર્ટી રાઇટ પ્રાપ્ત કરવા માટે કરે છે.


આ જોતાં, પીપુલ્સ લિબ્રેરશન આર્મી સાથે સંકળાયેલા ચાઇનીઝ વિદ્યાર્થીઓ અને શોધકતાઓ ચિની સૈન્ય અધિકારીઓ દ્વારા ઉપયોગમાં લેવાનું વધુ જોખમ ધરાવે છે અને આ અમેરિકા માટે ચિંતાનો વિષય છે.


રાષ્ટ્રપતિ ટ્રમ્પે વધુમાં કહ્યું કે આ ભયને ધ્યાનમાં રાખીને અમેરિકન સરકારે નિર્ણય લીધો છે કે અમેરિકામાં અભ્યાસ કરવા અથવા રિસર્ચ કરવા માટે F અથવા J વિઝા મેળવવા કેટલાક ચીની નાગરિકો અમેરિકનમાં પ્રવેશ અમેરિકી હિતોના વિરુદ્ધ હશે.