બજાર » સમાચાર » બજાર

24-25 ફેબ્રુઆરીએ ટ્રમ્પની મહામુલાકાત

ના રોજ પ્રકાશિત Sat, 15, 2020 પર 15:08  |  સ્ત્રોત : CNBC-Bajar

અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પ ભારતમાં અને ખાસ કરીને અમદાવાદમાં આવી રહ્યા છે. તો એ અંગેની ખાસ રજુઆતમાં આપનું સ્વાગત છે.


અમેરિકામાં હાઉડી મોદી કાર્યક્રમ થયો ત્યારથી જ વાત નક્કી થઈ ગઈ હતી કે અમેરિકાના રાષ્ટ્રપતિ ભારતની મુલાકાતે આવશે. પરંતુ વડાપ્રધાન મોદીનું ગુજરાત કનેક્શન હોવાથી પહેલીવાર કોઈ અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ગુજરાતની ધરતી પર આવી રહ્યા છે.


તેમના માટે ભવ્ય કાર્યક્રમ આયોજન થયું છે. આ આયોજન માટે રાજ્ય સરકાર, કેન્દ્ર સરકાર, પોલીસ, અને ખુદ અમેરિકાની એજન્સીઓ અમદાવાદમાં કામે લાગી ગઈ છે. સૌથી પહેલા જોઈએ ટ્રમ્પના આગમન પહેલા અમદાવાદમાં શું શું તૈયારીઓ ચાલી રહી છે.


ટ્રમ્પ અમદાવાદના મોટેરા સ્ટેડિયમમાં આવી રહ્યા છે. મોટેરા સ્ટેડિયમનું ઉદઘાટન જ કેમ છો ટ્રમ્પ કાર્યક્રમથી થવાનુ છે. તો આવો નજર કરીએ કે નવા બની રહેલા મોટેરા સ્ટેડિયમની શું શું ખાસિયતો છે.


ડોનાલ્ડ ટ્રમ્પની સાથે તેમના પત્ની મેલાનિઆ ટ્રમ્પ પણ આવવાના છે. તેમણે પહેલાથી જ ટ્વીટ કરીને ભારતની યાત્રા અંગે ઉત્સુકતા દર્શાવી છે. તેઓ ટ્રમ્પને મૂકીને તાજ મહેલની પણ મુલાકાત લઈ શકે છે. પરંતુ તેઓ પહેલા ફર્સ્ટ લેડી નથી જેઓ ભારતની મુલાકાત લઈ રહ્યા છે. આ પહેલા કયા કયા અમેરિકાના રાષ્ટ્રપતિના પત્ની ભારતની મુલાકાતે આવી ગયા છે તે જોઈએ.


સૌથી પહેલા 1962માં જેકલીન કેનેડી 9 દિવસ માટે ભારત આવ્યા હતા, પરંતુ ત્યારે તેમના પતિ અને રાષ્ટ્રપતિ જ્હોન એફ કેનેડી આવ્યા ન હતા. એ સમયે એરપોર્ટ પર તેમનું સ્વાગત તત્કાલિન વડાપ્રધાન જવાહરલાલ નેહરુ અને યુવાન ઈંદિરા ગાંધીએ કર્યું હતું. તેમની મુલાકાત દરમિયાન આર્ટિસ્ટોને મળ્યા હતા અને હાથીની સવારી કરી હતી.


1969માં રિચર્ડ અને પેટ નિક્સને ભારતની એક દિવસની મુલાકાત આવ્યા હતા. તે સમયે ભારત અને USના સંબંધો ઠંડા હતા. એ સમયે વડાપ્રધાન ઈંદિરા ગાંધીએ એરપોર્ટ પર તેમનું સ્વાગત કર્યું હતું. રિચર્ડ નિક્સન ભારતીય સંસદને સંબોધી રહ્યા હતા ત્યારે પેટ નિક્સને બાળકો સાથે દિવસ ગાળ્યો હતો.


એક દાયકા બાદ અન્ય અમેરિકાના રાષ્ટ્રપતિ જિમી કાર્ટર તેમની પત્ની રોઝલીન સાથે ભારત આવ્યા હતા. તે સમયે તેમણે દિલ્હીની એક શાળાની મુલાકાત લીધી હતી અને ત્યાર બાદ દંપત્તિ દિલ્હીના બહારના એક ગામની મુલાકાત લીધી હતી અને ત્યાર બાદ ગામનું નામ કાર્ટરપુરી પડ્યું છે.


હિલેરી ક્લિન્ટન 1995માં તેમના પતિ બિલ ક્લિન્ટન વગર ભારત આવ્યા હતા. પરંતુ તે સમયે તેમના દીકરી ચેલ્સી સાથે હતા. તે સમયે માતા-દીકરીની જોડીએ તાજમહલની મુલાકાત કરી હતી અને બેન્ચ પર બેસીને તસવીર ખેંચાવી હતી. ત્યાર બાદ 1997માં હિલેરી કોલકાતામાં મધર ટેરેસાની અંતિમ વિધિમાં આવ્યા હતા.


2006માં જ્યોર્જ ડબ્લ્યુ બુશ સાથે લૌરા બુશ પણ આવ્યા હતા. તેમણે રાજઘાટ પર મહાત્મા ગાંધીની સમાધી પર પુષ્પાંજલી આપી હતી. મધર ટેરેસાના મિસનરી ઓફ ચેરિટી દ્વારા ચાલતા કેન્દ્રના બાળકો સાથે તેમણે વાતો પણ કરી હતી.


મિશેલ ઓબામાએ તેમના પતિ બરાક ઓબામાને ભારતની બન્ને યાત્રામાં સાથ આપ્યો હતો. પહેલી વખત તેઓ 2010માં આવ્યા હતા અને બાળકો સાથે નાચ્યા પણ હતા.


ઓબામા 2015માં ભારત આવ્યા અને મિશલે ઓબામા આ વખતે સ્પોટલાઈટથી દૂર રહ્યા હતા અને તેઓ માત્ર ગણતંત્ર દિવસની પરેડમાં તેમના પતિ સાથે જોવા મળ્યા હતા.


હવે મેલિના ટ્રમ્પ ભારતમાં પહેલી વાર આવી હ્યા છે. અમદાવાદ અને દિલ્હીની સાથે જ તેઓ તાજમહેલની પણ મુલાકાત લે તેવી શક્યતા છે.