બજાર » સમાચાર » બજાર

ટ્રમ્પ અમદાવાદના મહેમાન

ના રોજ પ્રકાશિત Sat, 15, 2020 પર 12:17  |  સ્ત્રોત : CNBC-Bajar

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અમદાવાદના મહેમાન બનવાના છે. ટ્રમ્પે આ મુલાકાત પહેલા ટ્વીટ કર્યું છે. ટ્રમ્પે ભારતની મુલાકાત પર ટ્વીટ કર્યું છે. ટ્રમ્પે લખ્યું છે કે મોટું સન્માન છે. તેમણે વધુમાં લખ્યું છે કે માર્ક ઝુકરબર્ગે હાલમાં જ કહ્યું છે કે ફેસબૂક પર રાષ્ટ્રપતિ ટ્રમ્પ પહેલા નંબરે છે અને ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી બીજા નંબરે છે. હું ભારતની બે અઠવાડિયામાં મુલાકાત લેવાનો છું અને તેના માટે આતુરતાથી રાહ જોઈ રહ્યો છું.


અમદાવાદમાં ટ્રમ્પના આગમનની જોરદાર તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. ટ્રમ્પના આગમના પહેલા ટ્રમ્પના અંગરક્ષકો આજે અમદાવાદ આવવાના છે. આ અંગરક્ષકો નક્કી કરશે કે ટ્રમ્પ ક્યાં કેટલો સમય ફાળવવાનો છે અને શું જોવું છે તે નક્કી કરશે. આ બધી બાબતો તેઓ અમેરિકાની સિક્રેટ એજન્સી સાથે બેસીને નક્કી કરશે. આ પહેલા મોટરા સ્ટેડિયયમાં પણ ચુસ્ત બંધોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે ટ્રમ્પ સાથે 250 પ્રિતિનિધો પણ હાજર રહેવાના છે.


અમેરિકન રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને પીએમ મોદી 24 ફેબ્રુઆરીએ અમદાવાદની મુલાકાતે આવી રહ્યા છે, ત્યારે ટ્રમ્પ અને મોદી 22 કિલો મીટર લાંબો રોડ શો યોજશે. આ રોડ શોમાં 300થી વધુ સંસ્થાઓ જોડાશે. તેની સાથે સાથે દેશના અલગ અલગ પ્રાંતના લોકો મળી કુલ 50 હજારથી વધુ લોકો 22 કિલો મીટરના રોડ શો દરમિયાન ટ્રમ્પ-મોદીનું સ્વાગત કરશે


આજે મેયરે ધાર્મિક ગુરૂઓ અને સંસ્થાઓ સાથે બેઠક યોજી આ રોડ શોની તમામ જવાબદારી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને સોંપવામાં આવી છે, અલગ અલગ ધર્મના અનુયાયીઓ, તેના ધાર્મિક ગુરૂઓ, ધાર્મિક સંસ્થાઓ, સ્વૈચ્છિક સંસ્થાઓ સહિતની સંસ્થાઓના વડા અને સેક્રેટરીઝ સાથે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં મેયર બિજલ પટેલે બેઠક યોજી હતી.


આ બેઠકમાં દરેક ધર્મના લોકો પંરપરાગત વેશભૂષા સાથે હાજર રહી ટ્રમ્પનું સ્વાગત કરવાના છે. આ અંગે મેયર બિજલ પટેલે જણાવ્યું હતું કે, આ રોડ શો સૌથી લાંબો અને અભૂતપૂર્વ હશે. જ્યારે સ્ટેજ પર અલગ અલગ ગરબા અને ડાન્સનું આયોજન કરવામાં આવ્યું છે. રોડ શોનો સંભિવત રૂટ એરપોર્ટથી ગાંધી આશ્રમ અને ગાંધી આશ્રમથી એરપોર્ટ-હાંસોલ અને ઇન્દિરા બ્રિજ થઈને મોટેરા સ્ટેડિયમ આવશે.


અમેરિકના રાષ્ટ્રપતિ ડોનાલ્‍ડ ટ્રમ્પ અને દેશના વડા પ્રધાન નરેન્દ્ર મોદી આગામી 24- ફેબ્રુઆરીના રોજ અમદાવાદમાં આવવાના છે અને જેને લઈ તે વિસ્તારની સુરક્ષા વ્યવસ્થા ચુસ્ત કરી દેવાઈ છે. ખાસ કરીને ગાંધી આશ્રમ અને મોટેરા સ્ટેડિયમને લઈ સુરક્ષાની સમિક્ષાઓ ચાલી રહી છે અને અલગ-અલગ વિભાગ સાથે પોલીસ મિટિંગો પણ કરી રહી છે.


નોંધનીય છે કે અમદાવાદ પોલીસ કમિશનર, ક્રાઈમ બ્રાંચના સ્પેશિયલ સીપી, ડીસીપી સહિત અન્ય અધિકારીઓ દ્રારા મોટેરા સ્ટેડિયમની અંદર સુરક્ષાને લઈ ચર્ચા થઈ અને અધિકારીઓએ ચાલીને સ્ટેડિયમની સુરક્ષા કંઈ રીતે વધુ ચુસ્ત બનશે તેનો પ્લાન તૈયાર કરી રહ્યા છે. નોંધનીય છે કે એસપીજી પણ મોટેરા સ્ટેડિયમમાં આવી છે અને સુરક્ષા કંઈ રીતે રહેશે તેની ચર્ચાઓ ચાલી રહી છે.


24 ફેબ્રુઆરીએ અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પ અમદાવાદ આવી રહ્યા છે. ત્યારે તેમના આગમનને લઈને અમદાવાદમાં ધૂમ તૈયારીઓ થઈ રહી છે. જેને લઈને આજે કેન્દ્રનું એક ડેલિગેશન પણ અમદાવાદ આવ્યું હતું.


ટ્રમ્પ અને મોદીના આગમનને લઈને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે સુરક્ષાની ચકાસણી કરવા કેન્દ્રનું એક ડેલિગેશન અમદાવાદ આવી ગયું છે. કેન્દ્રની ટીમે એરપોર્ટ ખાતે રનવેથી લઈને એરપોર્ટના દરેક ખુણાનું નિરિક્ષણ કર્યું. ડેપ્યુટી ચીફ આશિષ શર્મા સમગ્ર કાર્યક્રમની સુરક્ષાની સમીક્ષા કરી રહ્યા છે. ડોનાલ્ડ ટ્રમ્પ પોતાના વિશેષ પ્લેન એરફોર્સ વનમાં આવવાના હોવાથી અમદાવાદના એરપોર્ટના રનવેનું અધિકારીઓએ નીરિક્ષણ કર્યું.


આ તરપ અમદાવાદમાં ટ્રમ્પના રૂટને વિશેષ રીતે તૈયાર કરાવમાં આવી રહ્યો છે. AMC એક તરફ નવા છોડવા વાવી રહી છે, જ્યારે બીજી તરફ નડતરરૂપ વૃક્ષોને દૂર પણ કરી રહી છે. એરપોર્ટ સર્કલથી લઇ ગાંધી આશ્રમ અને મોઢેરા સ્ટેડિયમ સુધીના રસ્તાઓને ગ્રિન સ્પેસ ડેવલોપમેન્ટ કરવામાં આવી રહ્યો છે.


ગાર્ડન વિભાગના અંદાજ મુજબ 1 લાખથી દોઢ લાખ ટ્રી પ્લાન્ટ કરાશે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ચાર કરોડના ખર્ચે રંગબેરંગી પુષ્પો રોપશે. એએમસી દ્વારા આયોજન પાછળ એક અંદાજ સત્તાવાર 30 કરોડ અને અનઓફિસિયલ 50 કરોડથી વધુનો ખર્ચ કરવામાં આવશે.