બજાર » સમાચાર » બજાર

ટ્રમ્પનો પ્રવાસ ઉદ્યોગજગતને ફળ્યો

ના રોજ પ્રકાશિત Thu, 27, 2020 પર 17:29  |  સ્ત્રોત : CNBC-Bajar

અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પનો અમદાવાદ પ્રવાસ ઉઘોગજગતને ફળ્યો છે. વડોદરાના સાવલીમાં આવેલી અમેરિકન કંપની પેરીનિયલ્સ ઇન્ડીયા આગામી વર્ષમાં 100 કરોડનું રોકાણ કરશે.

ઉચ્ચ શ્રેણીનું કારપેટનું ઉત્પાદન કરી 100 ટકા નિકાસ કરતી આ અમેરિકન કંપનીએ વઘુ 100 કરોડનું મુડીરોકાણ કરવાનો નિર્ણય કર્યો છે, 2019 માં જયારે વડાપ્રઘાન નરેન્દ્ર મોદી અમેરીકાની મુલાકાતે ગયા હતા, ત્યારે હાઇડી મોદી કાર્યક્રમમાં જે 12 અમેરિકન કંપનીને શોર્ટલીસ્ટ કરવામાં આવી હતી તેમાં પેરેનિયલ્સ ઇન્ડિયા નો પણ સમાવેશ થતો હતો, મેઇક ઇન ઇન્ડિયા કોન્સેપ્ટ સાથે કંપનીએ ભારતમાં 90 દિવસમાં ઉત્પાદન શરૂ કર્યું હતું, હવે આગામી દિવસોમાં કંપની વઘુ 100 કરોડ રોકાણ કરશે.

વિદેશ નીતિ ના આર્થિક નિષ્ણાતો પણ મોદી ટ્ર્મ્પની મુલાકાતને ઘણી જ શુભ માને છે. તેમના મતે અમેરિકાની ઘણી કંપનીઓ ભારતમાં આવી શકે છે.

પેરેનિયલ્સ ઇન્ડિયા ભારતના કારીગરોની મદદ થી હાથવણાટ વડે ઊંચ શ્રેણી ની કાર્પેટ નું ઉત્પાદન કરે છે ત્યારે ૧૦૦ ટકા અમેરિકન રોકાણ સાથે કાર્યરત આ કંપનીના ૧૦૦ કરોડના રોકાણ સાથે વિસ્તરણ થી ગુજરાતમાં પરંપરાગત કારીગરોની રોજગારી ની તકો ઉપલબ્ધ થશે.