બજાર » સમાચાર » બજાર

ટ્રમ્પે ફરી ઉઠાવ્યો મધ્યસ્થતાનો રાગ

ના રોજ પ્રકાશિત Wed, 11, 2019 પર 10:08  |  સ્ત્રોત : CNBC-Bajar

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એકવાર કાશ્મીર મુદ્દે મધ્યસ્થતાની રજૂઆત કરી. ટ્રમ્પે કહ્યું કે ભારત અને પાકિસ્તાન વચ્ચે 2 સપ્તાહ પહેલાની સરખામણીએ તણાવ ઘટ્યો છે. તેમણે ફરી એકવાર નિવેદન આપ્યું કે જો દક્ષિણ એશિયાના બન્ને પડોશી ઇચ્છે તો તેઓ મધ્યસ્થતા માટે તૈયાર છે.


ટ્રમ્પનું આ નિવેદન 26 ઓગષ્ટે ફ્રાન્સમાં G7માં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાતના 2 સપ્તાહ પછી આવ્યું છે. આ મુલાકાતમાં વડાપ્રધાન મોદીએ ટ્રમ્પને સ્પષ્ટ રીતે કહ્યું હતું કે ભારત અને પાકિસ્તાન વચ્ચે કોઇ પણ ત્રીજા દેશના હસ્તક્ષેપની જરૂર નથી.