બજાર » સમાચાર » બજાર

હાઈડ્રોક્સીક્લોક્વીન દવા માટે ટ્રંપ આભારી, મોદીએ કહ્યું કે મિત્ર જ મિત્રના કામ આવે છે

ના રોજ પ્રકાશિત Thu, 09, 2020 પર 17:08  |  સ્ત્રોત : CNBC-Bajar

કોરોનાથી સમગ્ર દુનિયા લડી રહી છે અને આ સંકટના સમયે મિત્રોને નજીક લાવે છે. દવા માટે ટ્રંપના ધન્યવાદ પર આ જવાબ આપ્યો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ. અમેરિકા સહિત જરૂરતમંદ દેશોને ભારતના હાઇડ્રોક્લોરોક્વીન દવા આપવાનો નિર્ણય કર્યો તો પ્રેસિડેન્ટ ટ્રંપે ટ્વીટ કરી તેના માટે અભિનંદન આપ્યા. ટ્રંપે લખ્યુ છે કે ખાસ મોકા પર મિત્રોની વચ્ચે નજીકનો સહયોગ જરૂરી છે. HCQ પર નિર્ણય લેવા માટે ભારત અને ભારતવાસિયોને અભિનંદન. પોતાના મજબૂત નેતૃત્વના દ્વારા ના ફક્ત ભારત બલ્કિ માનવતાની મદદ કરવા વાળા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને અભિનંદન.

આ ટ્વિટને રીટ્વિટ કરતા પીએમ મોદીએ કહ્યુ કે પ્રેસિડેંટ ટ્રંપ, તમારી સાથે પૂરી રીતે સહમત છુ. આ રીતનો સમય મિત્રોને નજીક લાવે છે. ભારત-US પાર્ટનરશિપ હજુ સૌથી મજબૂત છે. COVID-19 ની સામે જંગમાં માનવતાની મદદ માટે ભારત દરેક સંભવ કામ કરશે. આપણ સાથે મળીને જીતશુ.

તમને જણાવી દઈએ કે અમેરિકામાં મલેરિયાની દવા હાઇડ્રેક્સીક્લોરોક્વીનની કોરોનાના ઇલાજની રીત પર ઓળખવામાં આવી છે. તેની ન્યૂયૉર્કમાં 1500 થી વધારે દર્દીઓ પર તપાસ કરવામાં આવી છે. કોરોના વાયરસના ઇલાજમાં તે કારગર થવાની સંભાવનાના ચાલતા ટ્રંપ પ્રશાસને હાઇડ્રોક્લોરોક્વીન ના 3 કોરડથી વધારે ગોળીઓ ખરીદી છે. ટ્રંપે ગત સપ્તાહે ફોન પર થયેલી વાતચીતમાં પ્રધાનમંત્રી મોદીથી મલેરિયાના ઇલાજમાં ઉપયોગ થવા વાળી આ દવા ને મોકલવાનું અનુરોધ કર્યો હતો. ભારત આ દવાના પ્રમુખ ઉત્પાદક છે. ભારતે તેના એક્સપોર્ટ પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો હતો જેને મંગળવારના હટાવી દેવામાં આવ્યો.