બજાર » સમાચાર » બજાર

થોક મોંઘવારીના મોર્ચા પર ઝટકો, આપ્રિલમાં 7.39%થી વધીને 10.49% પર રહી

એપ્રિલમાં થોક મોંઘવારી 7.39 ટકાથી વધીને 10.49 ટકા પર આવી રહી છે.
ના રોજ પ્રકાશિત Mon, 17, 2021 પર 12:39  |  સ્ત્રોત : CNBC-Bajar

સરકારને એપ્રિલમાં થોક મોંઘવારીના મોર્ચા પર પણ ઝટકો લગ્યો છે. એપ્રિલમાં થોક મોંઘવારી દર માર્ચમાં 73.9 ટકાથી વધીને 10.49 ટકા પર આવી ગઇ છે. મહિના દર મહિનાના આધાર પર માર્ચમાં ફૂડ થોક મોંઘવારી એપ્રિલમાં 5.28 ટકાથી વધીને 7.58 ટકા પર રહી છે. જ્યારે ફ્યૂલ અને પાવર મોંઘવારી એપ્રીલમાં 10.25 ટકાથી વધીને 20.94 ટકા પર આવી ગઇ છે.


એપ્રિલમાં Primary Articlesની થોક મોંઘવારી 6.40 ટકાથી વધીને 10.16 ટકા રહી છે. જ્યારે, શાકભાજીની થોક મોંઘવારી એપ્રિલમાં -5.19 ટકાથી વધીને -9.03 ટકા પર રહી છે.


એપ્રિલમાં કઠોળની મોંઘવારી 13.14 ટકાથી ઘટીને 10.74 ટકા પર રહી છે. જ્યારે ડુંગળીની મોંઘવારી એપ્રિલમાં 5.15 ટકાથી ઘટીને -19.72 ટકા પર રહી છે. એપ્રિલમાં દૂધની મોંઘવારી 2.65 ટકાથી ઘટીને 2.04 ટકા પર રહી છે.