બજાર » સમાચાર » બજાર

રાજ્યમાં બે દિવસ ભારે વરસાદની આગાહી

ના રોજ પ્રકાશિત Wed, 11, 2019 પર 10:23  |  સ્ત્રોત : CNBC-Bajar

રાજ્યમાં હાલ સાર્વત્રિક વરસાદ છે ત્યારે હવામાન વિભાગે રાજ્યમાં વધુ બે દિવસ ભારે વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગ અનુસાર અમદાવાદમાં ભારે વરસાદ પડી શકે. તો હાલ વરસાદની આગાહીના પગલે હવામાન વિભાગે માછીમારોને દરિયો ન ખેડવા સુચના આપી છે. રાજ્યમાં હાલ 109 જળાશયોમાં પાણીથી છલાકાયા છે. તો 204માંથી 72 ડેમો પર પાણીથી છલોછલ ભરેલા છે. તો રાજ્યમાં સિઝનનો સરેરાશ 110% વરસાદ નોંધાયો છે.