બજાર » સમાચાર » બજાર

એકમતથી નિર્ણય લેવાયો: CJI

ના રોજ પ્રકાશિત Sat, 09, 2019 પર 13:24  |  સ્ત્રોત : CNBC-Bajar

અયોધ્યા મામલામાં સુપ્રીમ કોર્ટે અંતે ઐતિહાસિક ચુકાદો આપી દીધો છે. સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટીસ રંજન ગોગોઇની આગેવાની હેઠળ 5 જજોની બેન્ચે અયોધ્યાની વિવાદીત જમીનનો હક હિન્દુઓને અમૂક શર્તોની સાથે આપ્યો છે. ચુકાદા પ્રમાણે કેન્દ્ર સરકાર 3 મહિનાની અંદર એક ટ્રસ્ટનું ગઠન કરશે જે આ જમીન પર મંદિર બનાવશે. મુસ્લિમોને અયોધ્યામાં જ અલગ 5 એકર જમીન આપવામાં આવશે. અને આ જમીન કોઇ મુખ્ય સ્થાન પર હોય તેવી પસંદ કરવામાં આવશે.