બજાર » સમાચાર » બજાર

ઉન્નાવ રેપ પીડિતાનું થયું મોત

ના રોજ પ્રકાશિત Sat, 07, 2019 પર 14:37  |  સ્ત્રોત : CNBC-Bajar

ઉન્નાવની બહાદુર દિકરીનું ગઇ કાલે રાત્રે દિલ્હીના સફદરગંજ હોસ્પિટલમાં મોત નિપજ્યુ છે. ગઇકાલે રાત્રે 8:30 કલાકે તેની હાલ ખૂબ જ ગંભીર થઇ ગઇ હતી અને હાર્ટ એટેક આવવાથી રાત્રે 11:40 કલાકે તેણે અંતિમ શ્વાસ લીધા. ઉલ્લેખનિય છે કે પીડિતાના આરોપીઓએ તેને સળગાવી નાંખી હતી.


ત્યાર બાદ તેણે કોઇની પાસે મોબાઇલ માંગીને પોલીસને આ અંગે જાણકારી આપી હતી. ત્યાર બાદ પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને તેને સારવાર માટે લખનઉ લઇ જવામાં આવી. પરંતુ તે 90% સળગી ચૂકી હતી. જેથી તેને વધુ સારવાર માટે તરત દિલ્હી લઇ જવામાં આવી.


પરંતુ તેની હાલત ઘણી ગંભીર હોવાથી ડોક્ટરના તમામ પ્રયત્નો નિષ્ફળ ગયા. આરોપ છે કે ગયા વર્ષે ડિસસેમ્બરમાં આરોપીઓએ તેના પર બળાત્કાર ગુજાર્યો હતો. અને આરોપીની ધરપકડ પણ થઇ હતી જ્યાર બાદ તેમને જામીન પર છોડવામાં આવ્યા હતા.


તો દિલ્હી મહિલા આયોગની અધ્યક્ષ સ્વાતિ માલીવાલે આ મામલે કેન્દ્ર અને રાજ્ય સરકારને કડક એક્શન લેવાની અપીલ કરી.


તો આ તરફ નિર્ભયાની માતાએ આ ઘટનાને સરકાર, સિસ્ટમ અને પોતાની ઘણી મોટી હાર ગણાવી.