બજાર » સમાચાર » બજાર

અયોધ્યા મામલે યુપી સરકારે તૈયારી શરૂ કરી

ના રોજ પ્રકાશિત Fri, 08, 2019 પર 16:28  |  સ્ત્રોત : CNBC-Bajar

અયોધ્યા કેસમાં નિર્ણયની સુનાવણી પહેલા ઉત્તરપ્રદેશ સરકારે તૈયારી શરૂ કરી દીધી છે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે વિડિયો કોન્ફેરન્સ દ્વારા બધા DM અને SPને નિર્દેશ આપ્યા છે. તેમણે સોશલ મીડિયા પર ભડકાઉ પોસ્ટ પર કડક પગલા લેવાના નિર્દેશ આપ્યા છે. સાથે જ વાતાવરણ બગાડનારા સામે કડકાઇથી વર્તવાના પણ આદેશ આપવામાં આવ્યા છે.


અયોધ્યા કેસના નિર્ણય પહેલા દિલ્હીમાં વાતાવરણ ગરમ થઇ રહ્યું છે. માનવામાં આવી રહ્યું છે કે નિર્ણય હવે ગમે ત્યારે આવી શકે છે. આજે સૂપ્રિમ કોર્ટની ચીફ જસ્ટિસે UPના મુખ્ય સચિવ અને DGPને બોલાવીને વાતચીત કરી. આ સાથે જ ચીફ જસ્ટિસ રંજન ગોગોઇએ UPના બીજા વરિષ્ઠ અધિકારીઓ સાથે પણ મુલાકાત કરી. વાતચીત પરથી માનવામાં આવી રહ્યું છે કે UPમાં કાયદા વ્યવસ્થાને લઇને વાત કરવામાં આવી છે. જાણકારોના પ્રમાણે સમાજનો સદ્ભાવન બગડે તેની ચિંતા કરાઇ રહી છે.


અયોધ્યા કેસમાં નિર્ણય પહેલા કેન્દ્ર અને ઉત્તર પ્રદેશ સરકાર પુરતી તકેદારી લઇ રહી છે. પરંતુ આ મામલે સંવેદનશીલતાને લઇને કેન્દ્રિય ગૃહ મંત્રાલયે દરેક રાજ્યોને એડવાઇઝરી જાહેર કરી છે. ગૃહ મંત્રાલયે દરેક રાજ્યોને એલર્ટ રહેવા માટેની તાકીદ કરી છે. ખાસ કરીને UPમાં સૂરક્ષાને લઇને અર્ધલશ્કરી દળોને મોકલવામાં આવ્યા છે. અર્ધલશ્કરી દળોના આશરે 4,000 જવાનોને સૂરક્ષાના પગલે UP મોકલવામાં આવ્યા છે.


આ સિવાય અયોધ્યા અને ભોપાલમાં પણ કલમ-144 લાગુ કરી દેવામાં આવી છે. અયોધ્યામાં શ્રીરામ જન્મભૂમિના વિસ્તારની સૂરક્ષા ખાસ કરીને વધારી દેવામાં આવી છે. તો અયોધ્યા જતા દરેક રસ્તા પર CCTV લગાવી દેવામાં આવ્યા છે. અને દરેક રસ્તાને બંધ કરી દેવામાં આવ્યા છે. ત્યાં પોલીસ પણ લોકોને સમજાવી રહી છે. પોલીસ લોકોને વિશ્વાસમાં લઈને ના ગભરાવવાની સલાહ આપી રહી છે.