બજાર » સમાચાર » બજાર

આરબીઆઈ રિઝર્વ પર રિપોર્ટમાં અપડેટ

ના રોજ પ્રકાશિત Wed, 14, 2019 પર 18:08  |  સ્ત્રોત : CNBC-Bajar

સરકારી સૂત્રો પ્રમાણે આરબીઆઈ રિઝર્વ પર બનેલી બિમલ જાલાન પેનલ હવે નવા નાણાં સચિવ રાજીવ કુમારના મતનો પણ સમાવેશ કરશે. આ પગલું પૂર્વ નાણાં સચિવ સુભાષ ચંદ્ર ગર્ગે કમિટીની છેલ્લી બેઠકમાં વિરોધ કર્યા બાદ લેવાયો છે. ગર્ગને હવે ઉર્જા મંત્રાલયમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા છે અને તેમણે હવે સ્વેચ્છિક નિવૃત્તિ માટે અર્જી આપી છે. પેનલ હજૂ પણ તેનો અંતિમ રિપોર્ટ બનાવી રહી છે જે અમુક સપ્તાહમાં પુરો થઇ જશે.