બજાર » સમાચાર » બજાર

જો WHO ભ્રષ્ટાચારથી દૂર કરે અને ચીન પર નિર્ભરતા ઘટાડો તો અમેરિકા WHOમાં થઇ શકે છે ફરી શામિલ: White House

ના રોજ પ્રકાશિત Mon, 01, 2020 પર 11:14  |  સ્ત્રોત : Moneycontrol.com

વ્હાઇટ હાઉસે રવિવારે રજૂ કરેલા એક નિવેદનમાં કહ્યું છે કે જો ડબ્લ્યુએચઓ ભ્રષ્ટાચારથી દૂર કરે અને ચીન પરથી તેની નિર્ભરતાને સમાપ્ત કરે તો અમેરિકા ફરીથી ડબ્લ્યુએચઓમાં સામિલ થવા પર વિચાર કરી રહી છે.


રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે શુક્રવારે ડબ્લ્યુએચઓ સાથેના સંબંધને સમાપ્ત કરવાની જાહેરાત કરી હતી. તેમણે ડબ્લ્યુએચઓ પર આરોપ લગાવ્યો હતો કે તેઓ ચાઇના સાથે સહયોગ સાથે કામ કરી રહી છે અને તેના સંપૂર્ણ દુનિયામાં કોરોના વાયરસ માટે સૂચના આપી જેમના કારણે દુનિયા ભરમાં 370000 થી વધારે લોકોની મૃત્યુ થઇ છે.


અમેરિકાના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર રોબર્ટ ઓ બ્રાયને એબીસી ન્યૂઝ સાથે વાતચીત કરી કે જેમ કે રાષ્ટ્રપતિ ટ્રમ્પે કહ્યું તેમ, ડબ્લ્યુએચઓમાં સુધારણાની જરૂર છે અને જો ડબ્લ્યુએચઓ પોતાને સુધારે તો તે ભ્રષ્ટાચારથી છૂટકારો મેળવી શકે છે અને ચીનથી તેના પોતાની નિર્ભરતા સમાપ્ત કરી શકે છે. ત્યારે અમેરિકા ડબ્લ્યુએચઓમાં પાછા ફરવાનું ગંભીરતાથી વિચારશે.


બતાવી દઇએ કે અમેરિકાએ પહેલા કહ્યું હતું કે તે અત્યા સુધી ડબ્લ્યુએચઓને અનુદાન પર આપી રહી 40 કરોડ ડૉલરની રકમ દુનિયાના બીજા આંતરરાષ્ટ્રીય પબ્લિક હેલ્થ સંગઠનો આપી દેશે.


રોબર્ટ ઓ બ્રાયને તેના નિવેદનમાં વધુમાં કહ્યું છે કે અમે ડબ્લ્યુએચઓને આપનારા 40 કરોડ ડૉલરને આફ્રિકામાં કામ કરી રહ્યા PEPFAR જેવા અન્ય ફ્રન્ટલાઈન હેલ્થકેર સંગઠનોને આપવા જઇ રહ્યા છે. તેમણે આ નિવેદનમાં એમ પણ કહ્યું હતું કે ચાઇના ડબ્લ્યુએચઓને અમેરિકાના 40 કરોડ ડૉલરની સામે ફક્ત 4 કરોડ ડૉલરનું અનુદાન આપે છે.


તેમણે વધુમાં કહ્યું કે ડબ્લ્યુએચઓ આફ્રિકામાં એડ્સ અને એચઆઇવી દર્દીઓના જીવનને નથી બચાવતા. તે અમેરિકા અને તેના ઉદાર કરદાતાઓ છે જે આફ્રિકામાં એડ્સ અને એચઆયવી દર્દીઓના કલ્યાણ માટે કામ કરી રહ્યા છે. અમે આફ્રિકામાં આ કામ ડબ્લ્યુએચઓ દ્વારા નથી કરી રહ્યા. અમે આ કામ ત્યાં યુનાઈટેડ સ્ટેટ્સ ઑફ અમેરિકા તરીકે કરી રહ્યા છીએ.


રોબર્ટ ઓબ્રાયને આગળ કહ્યું છે કે હવે આપણે આપણું આ કલ્યાણકારી કામ ડબ્લ્યુએચઓ દ્વારા ભ્રષ્ટ અને કમ્યિનિસ્ટ ચીનના કઠપૂતળી તરીકે કામ કરવા વાળા ડબ્લ્યુએચઓ દ્વારા ન કરીને હેડ ક્રૉસ જેવા બીજા સંગળનો દ્વારા કરશે.


સીએનએન સાથેની બીજી વાતચીતમાં ઓબ્રાયને કહ્યું કે અમેરિકા હોંગકોંગમાં ચીનની દમનકારી નીતિઓ વિરુદ્ધ અનેક પગલા ભરવાની તૈયારી કરી રહી છે.