બજાર » સમાચાર » બજાર

રાજ્યમાં શાકભાજીના ભાવમાં ભડકો

ના રોજ પ્રકાશિત Sat, 16, 2019 પર 12:08  |  સ્ત્રોત : CNBC-Bajar

અમદાવાદમાં લીલા શાકભાજીના ભાવમાં ભડકો જોવા મળ્યો છે. શિયાળાની સિઝનમાં જ શાકભાજી મોંઘા થયા છે. શાક માર્કેટમાં લીલા લસણના ભાવ 500 રૂપિયા કિલો છે. લીલી ડુંગળીનો ભાવ 80 રૂપિયા કિલો છે. મેથી 60 રૂપિયા કિલો પહોચી ગઈ છે. જ્યારે પાલક 50 રૂપિયા કિલો છે. તો તુવેર 100 રૂપિયા કિલો છે. લીલા શાકભાજીના ભાવમાં ભડકો થતાં જ ગૃહીણીઓના ઘરના બજેટ ખોરવાયા છે.