બજાર » સમાચાર » બજાર

શાકભાજીના ભાવમાં ભડકો

ના રોજ પ્રકાશિત Wed, 09, 2019 પર 16:36  |  સ્ત્રોત : CNBC-Bajar

રાજ્યમાં આ વખતે ભારે વરસાદના કારણે મોટાભાગના પાક ધોવાઈ ગયા. પરિણામે પરિસ્થિતિ એવી બની કે શાકભાજીના ભાવ આસમાને પહોંચ્યા. સફરજન કરતા શાકભાજી મોંઘી થઇ. જેના કારણે ગૃહણીઓનું બજેટ ખોરવાયું છે. આ વખતે 140 ટકા જેટલો વરસાદ પડતા મોટાભાગના શાકભાજીના ભાવ 100 રૂપિયાને પાર પહોંચ્યા. ફ્લાવરનો 120 રૂપિયા પ્રતિ કિલો, રતાળુનો 200 રૂપિયા, તો વટાંણાનો 250 રૂપિયા પ્રતિ કિલો ભાવ નોંધાયો.