બજાર » સમાચાર » બજાર

વેલેન્ટાઈન્સ ડે પર વીએચપી કાર્યકરોની ગુંડાગર્દી

ના રોજ પ્રકાશિત Wed, 14, 2018 પર 17:14  |  સ્ત્રોત : CNBC-Bajar

વીએચપીના કાર્યકર્તાઓ દ્વારા વેલેન્ટાઇ ડે નો વિરોધ કરવામાં આવી રહ્યાં છે. આજે સવારે સાબરમતી રિવરફ્રન્ટ ખાતે વીએચપીના કાર્યકર્તાઓએ વિરોધ નોંધાવતાં પ્રેમી પંખીડાઓને દોડાવ્યા હતા. ઉપરાંત રિવરફ્રન્ટ પર બેસેલા લોકો અને વિરોધ કરનારાઓ વચ્ચે ઉગ્ર બોલચાલી અને ઘર્ષણના દ્રશ્યો સર્જાયા હતા.


જે બાદ ઘટનાની જાણ થતાં પોલીસ રિવરફ્રન્ટ પહોંચી ગઇ હતી અને વિરોધ કરી રહેલાં 10થી વધુ કાર્યકર્તાઓની અટકાયત કરી હતી. ઉલ્લેખનીય છે કે, રિવરફ્રન્ટ ખાતે આવી કોઇ ઘટના ન બને તે માટે પોલીસ દ્વારા સતત પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે.