બજાર » સમાચાર » બજાર

વાલી મંડળો દ્વારા આજે અપાયુ હતું શાળા બંધનું એલાન

ના રોજ પ્રકાશિત Fri, 12, 2018 પર 17:36  |  સ્ત્રોત : CNBC-Bajar

રાજ્યભરમાં ફી વધારાના વિરોધમાં આજે વાલી મંડળો દ્વારા શાળા બંધનું એલાન આપવામાં આવ્યું છે. અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટમાં વાલીઓ દ્વારા અપાયેલા બંધની અસર જોવા મળી રહી છે. તો બીજી તરફ વડોદરામાં વાલીઓના સમર્થનમાં સ્કુલવાન એસોસિએશન પણ બંધમાં જોડાયું છે.


આ તરફ અમદાવાદની આનંદ નિકેતન શાળામાં વાલીઓએ પોસ્ટર્સ સાથે ઉગ્ર વિરોધ નોંધાવ્યો. ફી નિયમન કાયદા છતાં બેફામ ફી વસૂલી રહેલા શાળા સંચાલકો સામે રોષ ઠાલવ્યો.


રાજકોટ વાલી મંડળ પણ રાજ્યવ્યાપી બંધના એલાનમાં જોડાયું છે. રાજકોટમાં પણ વાલીઓ દ્વારા શાળા સંચાલકોની તાનાશાહી સામે વિરોધ વ્યક્ત કર્યો હતો. અને બંધને સફળ બનાવા પ્રયત્નો હાથ ધર્યા હતા.


શાળા સંચાલકોની મનમાની અને અલગ અલગ ફીના નામે ચલાવાતી લૂંટનો વિરોધ સુરતમાં પણ વિરોધ દેખાયો. વાલી મંડળ દ્વારા આપવામાં આવેલા રાજ્યવ્યાપી સ્કુલ બંધના એલાનમાં સુરતના વાલીઓ પણ જોડાયા હતા.


વાલી મંડળના શાળા બંધના એલાનને પગલે સુરેન્દ્રનગરમાં ઠેર ઠેર ખાનગી સ્કુલ દ્વારા વિદ્યાર્થીઓને ધમકાવી હાજર રહેવા દબાણ કરાયું હતું. જેને પગલે વિદ્યાર્થીઓ સ્કૂલ ગયા ખરા પરંતુ સ્કૂલ બહાર હંગામો કરીને રોષ ઠાલવ્યો. તો ખાનગી સ્કૂલના સંચાલકોએ પોલીસ સ્ટાફનો ઉપયોગ વિદ્યાર્થીઓ પર કરીને એક દબાણ ઊભું કર્યું હતું.


આ તરફ સુરતના પૂણા વિસ્તાર સ્થિત સાગર ઈંગ્લિશ મીડિયમ સ્કૂલમાં વાલીઓએ હંગામો મચાવ્યો. શિક્ષકે વિદ્યાર્થીને માર મારતા વાલીઓએ હોબાળો કર્યો. હોમવર્ક ન કર્યું હોવાથી વિદ્યાર્થીને નિર્દયી રીતે માર મારતા વાલીઓએ વિરોધ નોંધાવ્યો. અને શિક્ષક માફી માગે તેવી માગ કરી.


શાળા બંધ, ન્યુઝ સુપરફાસ્ટ, school bandh, news superfast