બજાર » સમાચાર » બજાર

અમદાવાદથી વોન્ટેડ આતંકી પકડાયો

ના રોજ પ્રકાશિત Mon, 23, 2019 પર 16:53  |  સ્ત્રોત : CNBC-Bajar

અમદાવાદ એરપોર્ટ પરથી વોન્ટેડ આતંકી અબ્દુલ વહાબ શેખ ઝડપાયો છે. ગુજરાત ATS અને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે સંયુક્ત ઓપરેશન થકી વહાબની ધરપકડ કરી. અબ્દુલ વહાબ શેખ જેવો સાઉદી અરબના જેહાદથી અમદાવાદ આવ્યો કે ગુજરાત ATS અને ક્રાઇમ બ્રાંચે તેને એરપોર્ટ પર જ પકડી લીધો. આતંકી અબ્દુલ વહાબ શેખ મુળ જુહાપુરાનો રહેવાસી છે.


2003માં આતંકીઓને નાણાંકીય મદદ કરવાના ગુનામાં તે વોન્ટેડ હતો. વર્ષ 2003માં 82 લોકો સામે કેસ દાખલ થયો હતો. જેમાં 12 લોકો ભાગી ગયા હતા. અને કેટલાક તો વિદેશ પણ ભાગી ગયા હતા. સુત્રોના મતે હરેન પંડ્યા હત્યા કેસ, જયદીપ પટેલ પર હુમલા કેસમાં આ આતંકીની સંડોવણી મનાય છે.


તેણે રૂપિયા લઈને ત્રણ નેતાઓની હત્યા કરી હોવાનો પણ આરોપ છે. તો હાલ તપાસ એજન્સીઓ વહાબની પૂછપરછ કરી રહી છે. આમ વહાબના પકડાવાથી તેના આતંકી નેટવર્કનો પર્દાફાશ થાય તેવી સંભાવના છે.