બજાર » સમાચાર » બજાર

ક્વાર્ટર 2ના પરિણામો પાસેથી બેન્કિંગ અને ફાઇનાન્સ સેક્ટરની કેવી અપેક્ષાઓ?

ના રોજ પ્રકાશિત Thu, 11, 2018 પર 13:21  |  સ્ત્રોત : CNBC-Bajar

ક્વાર્ટર 2થી અપેક્ષાઓમાં તમારું સ્વાગત છે. પરિણામોની સિઝન શરૂ થઈ ગઈ છે અને માર્કેટ હજુ તેના પર વોચ રાખીને બેઠું છે. તો કેવી છે બેન્કિંગ અને ફાઇનાન્સ સેક્ટરની અપેક્ષાઓ તેના પર નજર કરીશું. આગળ બેન્કિંગ અને ફાઇનાન્સ સેક્ટરની જાણકારી લઇએ ટ્રેકોમ સ્ટોક બ્રોકર્સના પાર્થિવ શાહ અને રિલાયન્સ સિક્યોરિટીઝના બેન્કિંગ અને એનબીએફસીના લીડ એનાલિસ્ટ આશુતોષ મિશ્રા પાસેથી.


ક્વાર્ટર 2 ને બેન્કિંગ ક્ષેત્ર પાસેથી ઘણી આશા છે. વર્ષ દર વર્ષના આધાર પર ખાનગી બેન્કો બોટમ લાઈન ગ્રોથ 27 ટકા જેટલો રહી શકે છે. બેન્કિંગ સેક્ટરમાં લોન ગ્રોથ 23-35 ટકા રહેવાની આશા છે. ક્વાર્ટર 2 માં ક્વાર્ટર 1 કરતા બેન્કિંગ સેક્ટરના માર્જિનમાં રિકવરી દેખાશે. બેન્કિંગ સેક્ટરમાં વ્યાજદર ન વધતા એમસીએલઆર અને ક્રેડિટ કોસ્ટ વધશે નહીં.


વર્ષ દર વર્ષ બેન્કિંગ સેક્ટરના નફામાં 20-40 ટકા ઉછાળો જોવા મળી શકે છે. એક્સિસ બેન્કમાં ગયા વર્ષનું બેઝ યર નીચું હોવાથી ઉછાળો મોટો દેખાશે. એક્સિસ સિવાય અન્ય બેન્કો સારા નંબર પોસ્ટ કરી શકે છે. એક્સિસ બેન્કમાં સ્લિપેજીસ અને ક્રેડી કોસ્ટ આ ક્વાટરમાં વધી શકે છે.


રિલાયન્સ સિક્યોરિટીઝના બેન્કિંગ અને એનબીએફસીના લીડ એનાલિસ્ટ આશુતોષ મિશ્રાનું કહેવુ છે કે બેન્કનાં પરિણામોમાં વધારે સુધારો જોવા નહીં મળે. આઈએલ અન્ડ એફએસનો મુદ્દો એએલએમને લગતો હતો. બેન્કોને એએલએમ સાથે કોઇ સમસ્યા નથી. ક્વાર્ટર 2 માં બેન્કિંગ સેક્ટરમાં દબાણ જોવા મળી શકે છે. ઓપરેટિંગ લેવલ પર ગ્રોથમાં નબળાઇ જોવા મળી શકે છે. ક્વાર્ટર 1 માં મોટી રિકવરી જોવા મળી હતી. રિકવરીની અસર બધા બેન્કોમાં જોવા મળી હતી.


ટ્રેકોમ સ્ટોક બ્રોકર્સના પાર્થિવ શાહનું કહેવું છે કે આ ત્રિમાસિકમાં સ્લીપેજીસનો આંકડો ઓછો થતો દેખાશે. સ્લીપેજીસનો આંકડો ઓછો થશે તેના કારણે પોઝિટીવ અસર જોવા મળી શકે છે. કોર્પોરેટ બેન્કની કમેન્ટ્રી પર માર્કેટની ખાસ નજર રહેશે. પુએસયુ બેન્કો કરતા પ્રાઇવેટ સેક્ટરના બેન્કો ઘણા સારા બેન્ક છે. ઘણા બધા બેન્ક એનબીએફસી પાસેથી અસેટ ખરીદી રહ્યા છે. કોર્પોરેટ બેન્કમાં રિકવરી જોવા મળી શકે છે. સેક્ટરમાં ધીમે-ધીમે ગ્રોથ વધી રહ્યું છે. નેટ બેન્કમાં 15 ટકાનો સુધી વધી શકે છે. રિટેલ ગ્રોથ યથાવત રહેશે.