બજાર » સમાચાર » બજાર

કેવા રહી શકે છે ઓઈલ એન્ડ ગેસ, મેટલ સેક્ટરના પરિણામ

ના રોજ પ્રકાશિત Fri, 12, 2018 પર 13:24  |  સ્ત્રોત : CNBC-Bajar

ક્વાર્ટર 2થી અપેક્ષાઓમાં તમારું સ્વાગત છે. પરિણામોની સિઝન શરૂ થઈ ગઈ છે અને માર્કેટ હજુ તેના પર વોચ રાખીને બેઠું છે. તો કેવી છે ઓઈલ એન્ડ ગેસ સેક્ટરની અપેક્ષાઓ તેના પર નજર કરીશું. આગળ ઓઈલ એન્ડ ગેસ સેક્ટરની જાણકારી લઇએ જિયોજિત ફાઈનાન્સિયલ સર્વિસના ગૌરાંગ શાહ અને કોટક સિક્યોરિટીઝના જતિન દમાણિયા પાસેથી.


વર્ષ દર વર્ષ ક્રૂડની કિંમત 46 ટકા વધી અને ક્વાર્ટર દર ક્વાર્ટર બેસિઝ પર 1 ટકા રહી છે. રૂપિયામાં આવેલા ઘટાડાની અસર પણ જોવા મળશે. રિફાઈનિંગ એબિટડા મધ્યમ ગતિએ આગળ વધશે. પેટકેમમાં વધુ મજબૂતી જોવા મળશે. જિયોના ક્વાર્ટર દર ક્વાર્ટર બેસિઝ પર એબિટ 10 ટકા જેટલા વધશે.


આવકમાં ઘટાડો દેખાશે. ઈન્વેન્ટરી ગેઈન નિચલા સ્તરે રહેવાની સંભાવના છે. ઓએનજીસી અને ઓઇલ ઇન્ડિયાની આવકમાં વધારો જોવા મળશે. બન્ને માટે વોલ્યુમ ગ્રોથ નબળો રહેશે. ઓએનજીસીના એબિટડા ક્વાર્ટર દર ક્વાર્ટર બેસિઝ પર 3 ટકા વધવાની અપેક્ષા છે. ઓઈલ ઈન્ડિયાના એબિટડા ક્વાર્ટર દર ક્વાર્ટર બેસિઝ પર 13 ટકા વધવાની અપેક્ષા છે.


ક્વાર્ટર દર ક્વાર્ટર એલપીજી અને પેટકેમને લીધે 20 ટકાનો ગ્રોથ દેખાશે. ભાવ વધવાને કારણે ટ્રાન્સિમસનું પર્ફોર્મન્સ સારું રહેશે. આવકમાં મજબૂતી જોવા મળી શકે છે. ક્વાર્ટર દર ક્વાર્ટર પે 77 ટકા જેટલો વધી શકે છે. ત્રણેય કંપની પાસેથી સારા ગ્રોથની અપેક્ષા છે. ઘટતો રૂપિયો ચિંતાનો વિષય, આવક પર અસર થઈ શકે છે.


જિયોજિત ફાઈનાન્સિયલ સર્વિસના ગૌરાંગ શાહનું કહેવુ છે કે સ્ટીલ કંપનીઓ પાસેથી ક્વાર્ટર 2 ની અપેક્ષા છે. સ્ટીલ કંપનીઓ આ ત્રિમાસિકમાં સારા પરિણામ રજૂ કરી શકે છે. સ્ટીલના વોલ્યુમમાં ગ્રોથ જોવા મળશે. સ્ટીલ કંપનીઓના માર્જિનમાં થોડો ઘટાડો આવી શકે છે. કિંમતો સ્થિર રહેવાને કારણે માર્જિન ઘટી શકે છે. માગ સ્થિર રહેતા શિપમેન્ટમાં પણ સ્થિરતા જોવા મળી શકે છે. ટાટા સ્ટીલ અને JSW સ્ટીલના માર્જિનમાં મોટો ઉછાળો જોવા મળી શકે છે. વર્ષ દર વર્ષ બેસિઝ પર માર્જિન 50 ટકા કરતા ઉપર ઉછળી શકે છે. જેએસપીએલના એબિટડામાં 15 ટકા જેટલો વધારો દેખાઈ શકે છે. કોસ્ટ અને ડિમાન્ડ વધવાને કારણે માર્જિન વધી શકે છે.


કોટક સિક્યોરિટીઝના જતિન દમાણિયાનું કહેવુ છે કે નીચી કિંમતોને કારણે અન્ય મેટલ કંપનીઓ પ્રોફિટમાં આવી શકે છે. વર્ષ દર વર્ષ એલએમઈ પર ઝીંકના ભાવ 14 ટકા ઘટ્યા છે. વર્ષ દર વર્ષ એલએમઈ પર એલ્યુમિનિયમના ભાવ 2 ટકા ઘટ્યા છે. ઊચીં કિંમતોને કારણે માર્જિન પર અસર દેખાશે. ક્રૂડની કિંમતોમાં વધારો દેખાયો છે. કોલસાની કિંમતો પણ વધારે રહી છે. વર્ષ દર વર્ષ એલ્યુમિનાની કિંમતોમાં પણ 65 ટકાનો વધારો થયો છે. વેદાંતાના એબિટડા ઘટી શકે છે. ઝીંકની કિંમતોમાં ધોવાણને એબિટડા કારણે ઘટી શકે છે. વેદાંતાના ઓઈલ અને ગેસ બિઝનેસમાંથી સારા પરિણામની અપેક્ષા છે.