બજાર » સમાચાર » બજાર

આજે બજારમાં કેવી ગતિવિઘિ રહી શકે છે

ના રોજ પ્રકાશિત Tue, 13, 2018 પર 08:04  |  સ્ત્રોત : CNBC-Bajar

એશિયાના માર્કેટથી મિશ્ર સંકેત, SGX નિફ્ટીમાં મામૂલી તેજી, પરંતુ ટ્રેડ વૉર વધવાના ભયમાં અમેરિકી બજાર પર દબાણ. ડાઓ જોન્સમાં દોઢસો અંકથી વધુનો ઘટાડો.


ઇન્ડસ્ટ્રીને મળી બમણી ખુશખબરી, જાન્યુઆરીમાં આઈઆઈપી ગ્રોથ 7.1% થી વધી 7.5% થઇ. રિટેલ મોંઘવારી પણ 4 મહિનાના નીચલા સ્તર પર પહોંચી


ટાટા સન્સની ટીસીએસમાં એક ટકાથી વધારે હિસ્સોદારી વેચવાની તૈયારી, બ્લૉક ડીલ મારફત થશે ટ્રાન્ઝેક્શન, હિસ્સો વેચવાથી મળી શકે છે સાડા છ હજાર કરોડ રૂપિયા.


ડીજીસીએ એ ઇન્ડિગોના 8 અને GoAir ના 3 નિયો પ્લેનને ઉડવાથી રોક્યા, એન્જિનમાં ગડબડની ફરિયાદ બાદ આપ્યો આદેશ.

અને આજે ખુલશે સરકારી કંપની ભારત ડાયનામિક્સનો આઈપીઓ, પ્રાઇસ બેન્ડ 413 થી 428 રૂપિયા નક્કી, કંપનીની 960 કરોડ એકત્ર કરવાની યોજના.