બજાર » સમાચાર » બજાર

બજાર અને અર્થતંત્ર માટે કેવા રહેશે 5 વર્ષ?

ના રોજ પ્રકાશિત Fri, 24, 2019 પર 13:28  |  સ્ત્રોત : CNBC-Bajar

ફરી એકવાર જનાદેશમાં મોદી સરકારનું પુનરાવર્તન થયું છે. તો મોદી સરકાર 2 સામે કયા પડકારો છે, બજાર અને અર્થતંત્ર માટે કયા પગલા લેવાની જરૂર છે તે સમગ્ર ચર્ચા કરીશું મોદીનોમિક્સ 2.0માં. આગળ જાણીશું CREST કેપિટલના પાર્ટનર વિક્રમ કોટક પાસેથી.


વિક્રમ કોટકનું કહેવુ છે કે આવતા પાંચ વર્ષમાં મોટું પરવિર્તન જોવા મળશે. અર્થતંત્રમાં, ગ્રોથ માટે મોટું પરિવર્તન જોવા મળશે. મોદી સરકારે કરેલા રિફોર્મને કારણે તેમને આટલો મોટો જનાદેશ મળ્યો છે. અત્યારે અર્થતંત્ર થોડું સ્થિર થયું છે, તેને બૂસ્ટ આપવાની જરૂર છે. મોદી સરકાર તેમની ભૂલો સુધારશે અને સારું કામ કરશે.


વિક્રમ કોટકના મતે તુરંત ગ્રોથમાં વધારો દેખાશે નહીં. છેલ્લાં બે વર્ષમાં વૈશ્વિક ગ્રોથમાં ઘટાડો થયો છે. હાઉસિંગ અને ઇન્ફ્રાને બૂસ્ટ આપવો જરૂરી છે. આરબીઆઈ પાસે બે વ્યાજ દર કાપ આપવાની તક છે. યુરોપ, ચીન, અમેરિકામાં વૈશ્વિક ગ્રોથ ઘીમો પડી રહ્યો છે. ચીન અને અમેરિકાનું ટ્રેડ વોર અને ઇરાન સાથેના તણાવની અસર દેખાશે.


વિક્રમ કોટકના મુજબ ટ્રેડ વોર થયા તો ભારતને ફાયદો થવો જોઇએ. ભારત અમેરિકા માટે મેન્યુફેક્ચરિંગ હબ બની શકે છે. વૈશ્વિક સંકેતોની અસર ભારતને સંપૂર્ણ રીતે નહીં થાય, આંશિક થશે. વૈશ્વિક ઉતાર-ચઢાવ તમને નિચલા સ્તેર ખરીદી કરવાની તક આપશે. આવતા 2 વર્ષમાં નિફ્ટી 16 થી 17 હજાર પહોંચી શકે છે. ક્રૂડમાં વધારો ઇરાન સાથેના તણાવને લીધે છે.


વિક્રમ કોટકનું કહેવુ છે કે મિડકેપમાં વેલ્યુએસન સસ્તા થયા છે. આવતી 2-3 પોલિસીમાં અડધા ટકાનો વ્યાજદર કાપ આવી શકે છે. આરબીઆઈએ વ્યાજદરનો ફાયદો ગ્રાહક સુધી પહોંચે તે જોવું જોઇએ. સરકારે કેપિટલ માર્કેટ સાથે કેનક્ટ કરવાની જરૂર છે. એલટીસીજી ટેક્સ પર સરકારે ધ્યાન રાખવું પડશે.