બજાર » સમાચાર » બજાર

રેટ કટ પછી કઇ બેન્ક આપી રહી છે એફડી પર 8% વ્યાજ

ના રોજ પ્રકાશિત Fri, 10, 2020 પર 11:31  |  સ્ત્રોત : CNBC-Bajar

અમે બેન્કોમાં કોઇના કોઇ રીતે પેસા જમાં કરતા રહે છે. તે માંથી એક ફિક્સ્ડ ડિપોઝિટ્સ પણ છે. સરકાર નિયત રૂપથી સ્મોલ સેવિંગ સ્કીમમાં વ્યાજ દરમાં ઘટાડો કરી રહી છે જેમાં ફિક્સ્ડ ડિપોઝિટ્સ પણ શામિલ છે.


સરકારે તાજેતરમાં વ્યાજના દરમાં ઘટાડો કર્યો છે. સ્મોલ સેવિંગ ડિપોઝિટ્સ પર મળેલું વ્યાજ 70 થી 140 બેસિસ પોઇન્ટ સુધી ઘટાડવામાં આવ્યું છે. જો કે, આ હોવા છતાં ભારતમાં કોઇ બેન્ક છે કે જે હજી પણ ફિક્સ્ડ ડિપોઝિટ પર 8 ટકા અથવા વધુ વ્યાજ આપે છે.


જાણો એવા બેન્ક લિસ્ટ જે 8 ટકાથી વધુ આપી રહી છે વ્યાજ


સ્મોલ ફાઇનાન્સ બેન્ક


Fincare Small Finance Bank


આ બેન્ક 36 મહિનાથી 42 મહિનાની એફડી પર 9 ટકાથી 9.50 ટકા વ્યાજ આપે છે.


Jana Small Finance Bank


જાના સ્મોલ ફાઇનાન્સ બેન્ક 1555 દિવસની એફડી પર 8.25 ટકાથી 8.75 ટકા વ્યાજ આપી રહી છે.


Utkarsh Small Finance Bank


ઉત્કર્ષ સ્મોલ ફાઇનાન્સ બેન્ક 777 દિવસીય એફડી પર 9 ટકા થી 9.50 ટકા વ્યાજ આપી રહી છે.


Equitas Small Finance Bank


ઇક્વિટાસ સ્મોલ ફાઇનાન્સ બેન્ક 888 દિવસની એફડી પર 8.25 ટકાથી 9.85 ટકા વ્યાજ આપી રહી છે. આ લિસ્ટથી જોઇએ તો નવી અને સ્મોલ ફાઇનાન્સ બેન્કો પણ 8 ટકાથી ઉપરના વ્યાજનું ઑફર આપી રહ્યા છે. સ્મોલ ફાઇનાન્સ બેન્ક સિવાય ઘણી એવી કમર્શિયલ બેન્કો પણ છે જે એફડી પર 8 ટકા અને સિનિયર સિટિઝન્સ માટે 8 ટકાથી વધુ વ્યાજનો ઑફર આપી રહી છે.


જાણો કમર્શિયલ બેન્કની લિસ્ટ


DCB Bank


ડીસીબી બેન્ક 36 મહિનાની એફડી પર સામાન્ય લોકોને 7.7 ટકા વ્યાજનું ઓફર આપી રહી છે, જ્યારે સીનિયર સિટીજન્સ માટે આ સમયગાળા દરમિયાન 8 ટકા વ્યાજ ઑફર આપી રહી છે.


IDFC First Bank


આઈડીએફસી ફર્સ્ટ બેન્ક 500 દિવસની એફડી પર સામાન્ય લોકોને 7.50 ટકા વ્યાજ આપી રહી છે, જ્યારે સીનિયર સિટીજન્સ માટે આ સમયગાળા દરમિયાન 8.20 ટકા વ્યાજનો ઑફર આપી રહી છે.


RBL Bank


આરબીએલ બેન્ક 24 મહિનાથી 36 મહિનાની એફડી પર સામાન્ય લોકોને 7.45 ટકા વ્યાજ અને સિનિયર સિટિઝન્સ માટે 8 ટકા વ્યાજનો ઑફર આપી રહી છે.