બજાર » સમાચાર » બજાર

બજારમાં હાલ કયા સ્ક્ટરમાં રોકાણ કરવું?

ના રોજ પ્રકાશિત Tue, 06, 2018 પર 16:38  |  સ્ત્રોત : CNBC-Bajar

ગઈ દિવાળીથી આ દિવાળી કેવું રહ્યું માર્કેટ અને આવતી દિવાળી સુધી કેવું રહી શકે, કયા સેક્ટરમાં રોકાણ કરવાથી ફાયદો થશે? તેના પર ચર્તા કરવા આપણી સાથે ચર્ચામાં જોડાયા છે એનવિઝન કેપિટલના એમડી અને સીઈઓ, નિલેશ શાહ


નિલેશ શાહનું કહેવુ છે કે 3-6 મહિના વોલેટાઈલ રહેશે. ચૂંટણી, ક્રૂડ અને વ્યાજદરની અનિશ્ચિતતા છે. વિદેશો કેવી વેપાર નીતિ અપનાવે છે તેના પર ફોકસ છે. NBFCs અને HFCsમાં આવેલી તેજી હવે પૂરી થઈ છે. NBFCs અને HFCsમાં હવે ટ્રેડિંગ રેલી જ જોવા મળશે. ટોપની અમુક કંપનીઓ જ હવેથી ગ્રોથ બતાવી શકશે. NBFCsમાં હવે બ્રોડ બેઝ રેલી જોવા નહીં મળે. રોકાણકારોનું ધ્યાન ટોપની કંપનીઓ પર જ રહેવું જોઈએ. NBFCsમાં આવેલો ઘટાડાનો ફાયદો ટિયર ટુ પ્રાઈવેટ બેન્કને મળશે.


આવનારા એક વર્ષમાં ટિયર ટુ પ્રાઈવેટ સેક્ટર બેન્ક પર ફોકસ રાખવો છે. PSU બેન્કે છેલ્લા અમુક વર્ષોમાં અંડર પર્ફોર્મ કર્યું છે. PSU બેન્કમાં કેપિટલ ઈન્ફ્યુઝન પર ધ્યાન આપવું પડશે. સરકારી બેન્કો મેનેજમેન્ટની સમસ્યાનો નિવેડો કેવી રીતે લાવશે તે મહત્વનું છે. રૂપિયામાં હવે વધારે નબળાઈ જોવા નહીં મળે. ટૂંકાગાળામાં હવે રૂપિયો નિચલા સ્તર નહીં તોડે છે. રૂપિયાની ચાલ પર ક્રૂડના ભાવની અસર દેખાશે. અન્ય કરન્સીની ચાલ પર પણ રૂપિયો નિર્ભર છે.


ચૂંટણીના પરિણામની પણ રૂપિયા પર અસર દેખાશે. અહિંથી રૂપિયો થોડો મજબૂત પણ થઈ શકે છે. અમેરિકામાં 2020માં ચૂંટણી આવશે. એટલે ટ્રેડવૉરની અનિશ્ચિતતા ચાલુ રહેશે. નીતિ નિર્ધારકોએ ટ્રેડ વૉરનું ધ્યાન રાખવું પડશે. રૂપિયો આ સ્તરે સ્થિર રહેશે તો એક્સપોર્ટ્સ ફાયદો થશે. મજબૂત ડોલરથી ફાયદો થતો હોય તેવી કંપનીમાં રોકાણ કરવું છે. ટ્રેડ વૉર અને પ્રતિબંધ છતાં એક્સપોર્ટ કરી શકે તેવા સેક્ટરમાં રોકાણ કરો છે. ક્રૂડ વધ્યો છતાં મોંઘવારી નથી વધી.


ભારતીય અર્થતંત્ર માટે આ સારા સંકેત છે. RBIની મોનિટરી પોલીસી મોંઘવારી પર આધારીત છે. મોંઘવારી અંકુશમાં રહેશે એટલે વ્યાજદર વધવાની આશા નથી. ક્રૂડ ઘટશે તો વ્યાદર પણ ઘટી શકે છે. કન્ઝ્યુમર સેક્ટર અને પ્રાઈવેટ બેન્કમાં રોકાણની તક છે. આકર્ષક ભાવ મળે તો સેક્ટરને પોર્ટફોલિયોમાં સ્થાન આપવું છે. સિમેન્ટ, એન્જિનિયરિંગ કંપનીઓમાં પણ રોકાણની તક છે. પ્રાઈવેટ સેક્ટરનું કેપિસિટિ યુટિલાઈઝેશન વધી રહ્યું છે. આઈટી અને ફાર્માને મજબૂત રૂપિયાનો ફાયદો મળશે.


રોકાણ 5 વર્ષના સમયગાળાને ધ્યાનમાં રાખીને જ કરવું જોઈએ. કંપનીના કોઈપણ કેપેક્સને ફાયદો આપતા પાંચ વર્ષ લાગે છે. મિડકેપ કે લાર્જકેપમાં રોકાણ કરવું તે રોકાણકારની ક્ષમતા પર આધાર રાખે છે. છેલ્લાં એક વર્ષમાં મિડકેપ ઘણું વોલેટાઈલ રહ્યું છે. આઈટીની ઘણી કંપનીઓએ સારું પર્ફોર્મન્સ રહ્યું છે. અમુક આઈટીના પરિણામો અપેક્ષા કરતા નબળા રહ્યા છે. વૈશ્વિક સ્તરે ઓર્ડર મેળવતી કંપનીઓ પર ફોકસ રાખવું છે. ફાર્મા ખરાબ પરિસ્થિતિમાંથી નીકળી રહ્યું છે.


ફાર્મા માટે એક બે ત્રિમાસિક નબળા રહી શકે છે. સ્પેશાલિટી જનરિકમાં કામ કરતી ફાર્મા કંપની પર ધ્યાન રાખવું છે. ટુ વ્હીલર કંપનીમાં કરેક્શન આવે તો ખરીદી કરવી છે. એક બે ત્રિમાસિક બાદ કિંમતની સ્પર્ધા ઘટશે. આ વર્ષ ઓટોમોબાઈલ માટે પડકારજનક રહેશે. ઓટો એન્સિલરી કંપનીમાં વેલ્યુએશન વધશે. દરેક સેક્ટરમાં ઉતાર ચઢાવની સાયકલ આવતી હોય છે. NBFCs અને HFCsમાં ઉછાળે વેચવાલી કરવી છે.


જ્યાં PE ઊંચા છે તેવા સેક્ટરથી દૂર રહેવું જોઈએ. અત્યારની સરકારનું ફિસ્કલ ડિસિપ્લિન સારું રહ્યું છે. મેક્રો ફેક્ટર્સ હજુ વધુ નબળા પડશે એવું નથી લાગતું. રાજ્યોની ચૂંટણીથી સેન્ટિમેન્ટ ડ્રાઈવ થશે. ભારતના લાંબાગાળાના ફંડામેન્ટલ ઘણાં સારા છે. 3-5 વર્ષના ગાળા માટે રોકાણ કરવું જોઈએ. વોલિટિલિટીને તક તરીકે જોવી જોઈએ. પોર્ટફોલિયોમાં ગુણવત્તા વાળી અને સારો ગ્રોથ ધરાવતી કંપની રાખો છો.