બજાર » સમાચાર » બજાર

રામ રાખે તેને કોણ ચાખે

ના રોજ પ્રકાશિત Wed, 06, 2019 પર 17:06  |  સ્ત્રોત : CNBC-Bajar

રામ રાખે તેને કોણ ચાખે તે કહેવત રાજસ્થાનના કિશોર માટે સાર્થક થઈ છે. 11 હજાર વોલ્ટનો કરંટ લાગ્યા બાદ પણ કિશોરનું હ્રદય ફરીવાર ધબકતુ થયું છે. આ ચમત્કાર થયો છે અમદાવાદમાં.


રાજસ્થાનના જોધપુર જિલ્લાનો કિશોર દિનેશ પરીહાર, ઉમર માત્ર 14 વર્ષ. પિતા સાથે ખેતરમાં ગયેલા દિનેશે ભૂલથી 11 હજાર વોલ્ટના વાયરને પકડી લીધો, જેના કારણે કરંટથી તેના હાથ અને આંગળીઓ બળી ગયા. વાયર હ્રદય પર પડતા તેની આસપાસ વર્તુળાકાર ખાડો પડી ગયો. હ્રદય અને આસપાસના અવયવો ગંભીર રીતે ડેમેજ થયા.


આટલી ગંભીર સ્થિતિમાં કોઈ દર્દીનું હ્રદય ફરી ધબકતું થયું હોય તેવો આ પ્રથમ કિસ્સો છે. જોધપુરના તબીબોએ હાથ ઉંચા કરી દેતા દિનેશને અમદાવાદ લવાયો. પ્લાસ્ટીક સર્જન, બર્ન્સ સ્પેશ્યાલિસ્ટ અને ક્રીટીકલ કેર નિષ્ણાંતે આ ચેલેંજ ઉપાડી અને શહેરની સ્ટર્લિંગ હૉસ્પિટલમાં તેનું ઓપરેશન કરવામાં આવ્યું. આજે તબીબોનુ કહેવું છે કે દિનેશ ઓલંપિકમાં ભાગ લેવા પણ સક્ષમ છે. તેને હ્રદયમાં કે શ્વાસ લેવામાં કોઈ તકલીફ નહીં થાય.


દિનેશના પરીવારજનોનું કહેવું છે કે આ તેનો પુનર્જન્મ છે. મેડીકલ કેરીયરમાં ઈલેક્ટ્રીક બર્ન્સના આટલા ગંભીર અને જટિલ કિસ્સા ખુબ જ રેર ગણવામાં આવે છે. અલગ અલગ ઓપરેશન અને દોઢ મહિનાની સારવાર બાદ આજે દિનેશની સ્થિતિ સ્થિર છે.