બજાર » સમાચાર » બજાર

કરી રહ્યા છો Work from Home તો ઓછી થઈ શકે છે સેલેરી, જાણો કેવી રીતે!

ના રોજ પ્રકાશિત Tue, 19, 2021 પર 17:14  |  સ્ત્રોત : CNBC-Bajar

જો તમે આઇટી અથવા નાણાકીય સેક્ટરમાં કામ કરો છો, લૉ ફર્મ અછવા એન્જિનિયરિંગ સેવાઓ પ્રદાન કરો, તો વર્ક ફ્રૉમ હોમને કારણથી તેની સેલેરી ઓછી થઈ શકે છે. સર્વિસ સેક્ટરમાં વર્ક ફ્રૉમ હોમ રૂલ્સથી સંબંધિત ડ્રાફ્ટ્સ પર ચર્ચા શરૂ થઈ છે અને ઇન્ડસ્ટ્રીએ નવા વિકલ્પોની સમીક્ષા શરૂ કરી છે.


WFHથી સેલેરી પર અસર!


વર્ક ફ્રૉમ હોમને કારણે પગારમાં ઘટાડો થઈ શકે છે. એવામાં નાના શહેરમાં વર્ક ફ્રોમ હોમ કરવા પર થશે. ટિયર-II, III ના શહેરોમાંથી WFH કરવા પર પગારને અસર કરશે. ત્યારે મોટા શહેરોમાં અલાઉન્સની સ્ટ્રક્ચર બદલાઈ શકે છે. આમાં ઇન્ટરનેટ/WiFi અલાઉન્સ શામિલ થઇ શકે છે. સર્વિસ સેક્ટરમાં Work from Home (WFH) નિયમ પર કન્સલ્ટેશન શરૂ થઈ છે.


જણાવી દઇએ કે જે કર્મચારીઓ ફક્ત તેમના વર્તમાન સ્થળ પર ઘરેથી કામ કરી રહ્યા છે, તેઓ તેમના અલાઉન્સ (Allowance)માં ફેરફાર કરી શકે છે પરંતુ પગારમાં કોઈ ઘટાડો કરવામાં નહીં આવશે. કંપનીઓ તેમના કર્મચારીઓને Wi-Fi અને અન્ય ઇન્ફ્રાસ્ટ્રક્ચર કૉસ્ટના રૂપમાં નવા ભથ્થાં આપી શકે છે. ટ્રાસપોર્ટ જેવા ભથ્થાં દૂર કરી શકાય છે.


IT અને ફાઇનાન્સિયલ સર્વિસીસ માટે નવા નિયમો રજૂ કરવાની તૈયારી ચાલી રહી છે. પ્રોફેશનલ સર્વિસેઝના માટે પણ નવા નિયમો લાગુ થઈ શકે છે. તેના પર શ્રમ મંત્રાલયે ડ્રાફ્ટ નિયમોનો જારી કર્યો છે. હવે સર્વિસ સેક્ટર માટે ડ્રાફ્ટ નિયમો જારી કરવામાં આવ્યા છે. ઇન્ડસ્ટ્રીએ નવા નિયમની સમીક્ષા શરૂ કરી છે. જણાવી દઇએ કે 5000 નાના શહેરોમાંથી WFH પાસેથી ઇન્ડસ્ટ્રીને 20-25 ટકાની કૉસ્ટ સેવિંગ થઇ રહી છે.