બજાર » સમાચાર » બજાર

ડબ્લ્યૂપીઆઈ મોંઘવારીમાં વધારો, ફેબ્રુઆરીમાં 2.93%

ના રોજ પ્રકાશિત Thu, 14, 2019 પર 13:09  |  સ્ત્રોત : CNBC-Bajar

ફેબ્રુઆરીમાં ડબ્લ્યૂપીઆઈ મોંઘવારીમાં વધારો જોવા મળી રહ્યો છે. ફેબ્રુઆરીમાં મોંઘવારી વધીને 2.93 ટકા રહી છે. જાન્યુઆરીમાં મોંઘવારી 2.76 ટકા રહી હતી.


મહીના દર મહીના આધાર પર ફેબ્રુઆરીમાં ખાદ્ય ડબ્લ્યૂપીઆઈ મોંઘવારી દર 1.84 ટકાથી વધીને 3.29 ટકા રહ્યા છે. મહીના દર મહીના આધાર પર ફેબ્રુઆરીમાં પ્રાઇમરી આર્ટિરલ્સના ડબ્લ્યૂપીઆઈ મોંઘવારી દર 3.54 ટકાથી વધીને 4.84 ટકા રહ્યા છે. જ્યારે મહીના દર મહીના આધાર પર ફેબ્રુઆરીમાં મેન્યુફેક્ચરિંગ મોંઘવારી દર 2.61 ટકાથી ઘટીને 2.25 ટકા રહ્યો છે. મહીના દર મહીના આધાર પર ફેબ્રુઆરીમાં ફ્યૂલ અને પાવરનો ડબ્લ્યૂપીઆઈ મોંઘવારી દર 1.85 ટકાથી વધીને 2.23 ટકા રહ્યો છે.


મહીના દર મહીના આધાર પર ફેબ્રુઆરીમાં શાકભાજીના ડબ્લ્યૂપીઆઈ મોંઘવારી દર -4.21 ટકાથી વધીને -6.82 ટકા રહી છે. જો કે મહીના દર મહીના આધાર પર ફેબ્રુઆરીમાં ઇંડા, માંસના ડબ્લ્યૂપીઆઈ મોંઘવારી દર 5.47 ટકાથી વધીને 6.76 ટકા રહ્યા છે. મહીના દર મહીના આધાર પર ફેબ્રુઆરીમાં દાળોનો મોંઘવારી દર 7.55 ટકાથી વધીને 10.88 ટકા રહ્યો છે.


મહીના દર મહીના આધાર પર ફેબ્રુઆરીમાં બટેટાના ડબ્લ્યૂપીઆઈ મોંઘવારી દર 26.30 ટકાથી ઘટીને 23.40 ટકા રહ્યા છે. મહીના દર મહીના આધાર પર ફેબ્રુઆરીમાં ડુંગળીના ડબ્લ્યૂપીઆઈ મોંઘવારી દર -65.60 ટકાથી વધીને -58 ટકા રહ્યા છે.