બજાર » સમાચાર » બજાર

ઝોમેટો એપના ડિલવરી બોયસની સ્ટ્રાઈક

ના રોજ પ્રકાશિત Mon, 12, 2019 પર 13:04  |  સ્ત્રોત : CNBC-Bajar

જમવાનું ડિલીવર કરતી ઍપ ઝોમેટોએ કહ્યું કે તેઓ પશ્ચિમ બંગાળમાં ચાલી રહેલી ઝોમેટો ડિલવરી બોયસની સ્ટ્રાઈકને જેટલી જલ્દી બની શકે એટલી જલ્દી હલ કરશે. ઝોમેટો ડિલવરી બોયસ બીફ અને પોર્કની ડિલવીર કરવાના વિરૂદ્ધ છે. તેમનું કહેવું છે કે જમવાનું પહોંચાડવાની એક જ બેગમાં બીફ પણ પહોંચાડવાથી સ્થાનિક લોકોની ધાર્મિક લાગણીઓને ઠેંસ પહોંચી શકે છે.


એટલે તેઓ પોર્ક કે બીફની ડિલવરી નહીં કરે. પશ્ચિમ બંગાળની સરકારે આ મામલાનો જલ્દી જલ્દીમાં કોઈ હલ લાવશે તેવી ખાતરી આપી છે. ઝોમેટોના મતે તેઓ આખા ભારતમાં જમવાનું પહોંચાડે છે. આ ખાતરી આપવું અશક્ય છે કે નૉન-વેજ અને વેજ જમવાનું અમારી લૉજિસ્ટીકમાં છે.