09:16 AM
09:16 AM
સપ્તાહના પહેલા કારોબારી સત્રના દિવસે ઘરેલુ બજાર વધારાની સાથે ખૂલ્યા છે. નિફ્ટી 19300 ની ઊપર છે અને સેન્સેક્સ 65060 ની ઊપર છે. સેન્સેક્સે 114 અંકો સુધી મજબૂત છે, જ્યારે નિફ્ટીએ 38 અંક સુધી વધ્યો છે.
જો કે મિડકેપ અને સ્મૉલકેપ શેરોમાં મજબૂતી જોવાને મળી છે. બીએસઈના મિડકેપ ઈન્ડેક્સ 0.42 ટકા સુધી વધીને કારોબાર કરી રહ્યા છે, જ્યારે નિફ્ટીના મિડકેપ 100 ઈન્ડેક્સમાં 0.37 ટકાનો વધારો દર્જ કરવામાં આવ્યો છે. બીએસઈના સ્મૉલકેપ ઈન્ડેક્સ 0.63 ટકા ઉછાળાની સાથે કારોબાર થઈ રહ્યો છે.
હાલમાં બીએસઈના 30 શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ સેન્સેક્સ 114.44 અંક એટલે કે 0.18% ના વધારાની સાથે 65063.10 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે. જ્યારે એનએસઈના 50 શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ નિફ્ટી 38.90 અંક એટલે કે 0.20% ટકા વધીને 19349.10 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે.
બેન્કિંગ, ઑટો, ફાઈનાન્શિયલ સર્વિસ, એફએમસીજી, આઈટી, મેટલ, ફાર્મા, પ્રાઈવેટ બેન્ક, રિયલ્ટી, હેલ્થકેર અને કંઝ્યુમર ડ્યુરેબલ્સ શેરોમાં 0.08-0.67% વધારાની સાથે જોવાને મળી રહ્યા છે. બેન્ક નિફ્ટી 0.21 ટકા વધારાની સાથે 43,943.60 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે. જ્યારે પીએસયુ બેન્ક અને ઑયલ એન્ડ ગેસ શેરોમાં ઘટાડા સાથે કારોબાર થઈ રહ્યો છે.
દિગ્ગજ શેરોમાં અદાણી પોર્ટ્સ, અદાણી એન્ટરપ્રાઈઝ, પાવર ગ્રિડ, એનટીપીસી, એચસીએલ ટેક, યુપીએલ અને જેએસડબ્લ્યુ સ્ટીલ 0.86-1.92 ટકા સુધી વધ્યા છે. જ્યારે દિગ્ગજ શેરોમાં એમએન્ડએમ, એચડીએફસી લાઈફ, એસબીઆઈલાઈફ, એચયુએલ, આઈશર મોટર્સ, બજાજ ઑટો, ઈન્ડસઈન્ડ બેંક અને એલએન્ડટી 0.11-1.02 ટકા સુધી ઘટ્યા છે.
મિડકેપ શેરોમાં અદાણી પાવર, ચોલા ઈન્વેસ્ટ, નવુકો વિસ્ટાસ, પરસિસ્ટન્ટ અને વેંદાત ફેશન્સ 1.35-3.27 ટકા સુધી વધારો છે. જ્યારે ગ્લેન્ડ, ડિલહેવરી, પીઆઈ ઈન્ડસ્ટ્રીઝ, આઈસીઆઈસીઆઈ સિક્યોરિટીઝ અને બેંક ઑફ ઈન્ડિયા 0.38-0.64 ટકા ઘટાડો છે.
સ્મૉલકેપ શેરોમાં એસપી એપ્પરલ્સ, પીએનબી હાઉસિંગ ફાઈનાન્સ, એક્સલ, જેબીએમ ઑટો અને ડાટા પેટર્ન્સ 6.35-7.89 ટકા સુધી ઉછળા છે. જો કે સ્મૉલકેપ શેરોમાં વેન્યુસ રેમડિઝ, જેઆઈએસએલ, આઈરન એક્સચેંજ, ત્રિવેણી ટર્બાઈન અને સોનાટા 3.31-4.78 ટકા સુધી તૂટ્યા છે.
પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ, Stock Tips, સમાચાર, પર્સનલ ફાઇનાન્સ અને બિઝનેસ સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App ડાઉનલોડ કરો.