ગ્લોબલ બજારોથી નબળા સંકેતો જોવાને મળી રહ્યા છે. એશિયામાં સુસ્તી દેખાય રહી છે. GIFT NIFTYમાં મામુલી નરમાશ સાથે કારોબાર થઈ કહ્યો છે. ગઈકાલે અમેરિકાના બજાર ફ્લેટ રહ્યા. ત્યાંજ બ્રેન્ટ ક્રૂડનો ભાવ 91 ડૉલરને પાર પહોંચ્યો.
ગ્લોબલ બજારોથી નબળા સંકેતો જોવાને મળી રહ્યા છે. એશિયામાં સુસ્તી દેખાય રહી છે. GIFT NIFTYમાં મામુલી નરમાશ સાથે કારોબાર થઈ કહ્યો છે. ગઈકાલે અમેરિકાના બજાર ફ્લેટ રહ્યા. ત્યાંજ બ્રેન્ટ ક્રૂડનો ભાવ 91 ડૉલરને પાર પહોંચ્યો.
ગઈકાલે અમેરિકી બજાર ફ્લેટ કામકાજ સાથે બંધ થયા, જ્યાં ડાઓમાં 13 પોઇન્ટ્સની મામુલી મજબૂતી રહી, પણ નાસ્ડેક અને S&P 500માં ફ્લેટ ટૂ નેગેટીવ ક્લોઝિંગ જોવા મળ્યું હતું. ઉલ્લેખનિય છે કે USની 10 વર્ષીય બોન્ડ યીલ્ડમાં ઉછાળો અને અનુમાનથી સારા રિટેલ વેચાણનાં આંકડાઓથી અમેરિકી બજારમાં ફ્લેટ કામકાજ રહેતું દેખાયું.
કાચા તેલમાં તેજી
એક રાતમાં કાચુ તેલ આશરે 2 ટકા વધ્યુ છે. બ્રેંટના ભાવ 91 ડૉલરની પાર ચાલી ગયા છે. જ્યારે, WTI ના ભાવ 88 ડૉલરની પાર નિકળી ગયા છે. તમને જણાવી દઈએ કે ગત સપ્તાહે પણ ઈઝરાયલ-હમાસ જંગના લીધેથી સપ્લાઈની ચિંતાના દમ પર કાચા તેલના ભાવમાં તેજી જોવાને મળી હતી.
એશિયાઈ બજાર
આજે એશિયાઈ બજારમાં ઘટાડાની સાથે કારોબાર જોવાને મળી રહ્યો છે. GIFT NIFTY 20.00 અંકનો ઘટાડો દેખાય રહ્યો છે. જ્યારે, નિક્કેઈ આશરે 0.21 ટકાના ઘટાડાની સાથે 31,974.29 ની આસપાસ દેખાય રહ્યા છે. જ્યારે, સ્ટ્રેટ્સ ટાઈમ્સમાં 0.51 ટકાની નબળાઈ દેખાય રહી છે. તાઈવાનના બજાર 0.95 ટકા ઘટીને 16,484.03 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે. જ્યારે, હેંગસેંગ 0.15 ટકા ઘટીને 17,746.46 ના સ્તર પર જોવામાં આવી રહ્યા છએ. જ્યારે, કોસ્પીમાં ફ્લેટ કારોબાર થઈ રહ્યો છે. જ્યારે શંઘાઈ કમ્પોઝિટ 0.50 ટકાના ઘટાડાની સાથે 3,068.08 ના સ્તર પર દેખાય રહ્યા છે.
પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ, Stock Tips, સમાચાર, પર્સનલ ફાઇનાન્સ અને બિઝનેસ સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App ડાઉનલોડ કરો.